Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિરિયામાં કેમિકલ હુમલામાં ૭૦થી પણ વધુના મોત થયા

સિરિયાના પૂર્વીય ગોતાના બળવાખોરોના કબજાવાળા અંતિમ શહેર ડોમામાં કરવામાં આવેલા ભીષણ રસાયણિક હુમલામાં ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત થયા છે. બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહેલા કર્મચારીઓએ આજે આ મુજબની વાત કરી હતી. બચાવ અને રાહત કામગીરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાઈ ગયા છે. શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલા બાદ બેઝમેન્ટમાં પડેલા અનેક મૃતદેહોને જોઇ શકાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ શકે છે. અનેક મેડિકલ, બચાવ ટુકડી દ્વારા રસાયણ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે. જો કે, આના આંકડાને લઇને તર્ક વિતર્કોનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સમર્થક ગોતા મિડિયા સેન્ટરે કહ્યું છે કે, ૭૫થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ રસાયણ હુમલાના ભાગરુપે તકલીફ પડી રહી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હેલિકોપ્ટરથી ઝેરી નર્વએજન્ટ સરીનથી બેરલ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. સિરિયન હોસ્પિટલની સાથે કામ કરનાર એક અમેરિકી ચેરિટી સંસ્થા યુનિયન મેડિકલ રીલીફે કહ્યું છે કે, દમિસ્ક રુરલ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ૭૦થી વધુ લોકોના મોતના અહેવાલને સમર્થન આપવામાં આવ્યું છે. સિરિયન સરકારે આ આક્ષેપોને રદિયો આપ્યો છે. સરકારી એજન્સીએ કહ્યું છે કે, આતંકવાદીઓના ગઢમાં તેમનો ખાત્મો કરવા માટે સેના આગળ વધી રહી છે. સેનાની આગેકૂચને રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે. સમાચાર સંસ્થાનું એમ પણ કહેવું છે કે, સિરિયન અરબ સેનાને રસાયણિક હુમલા કરવાની જરૂર નથી. ત્રાસવાદીઓના મિડિયામાં આ મુજબની વાત કરવામાં આવી છે. હુમલા અંગે પ્રતિક્રિયા આપતા અમેરિકી વિદેશ વિભાગે કહ્યું છે કે, કેટલાક હેરાન કરનાર અહેવાલ જોયા છે. સિરિયન સરકારનો પોતાના લોકોની સામે રસાયણિક હુમલા કરવાનો ઇતિહાસ રહ્યો છે.

Related posts

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યું, ભારતીય રાજદૂતને મિટિંગ માટે બોલાવ્યા

aapnugujarat

पाकिस्तान में हाफिज सईद के 3 सहयोगियों को सजा

editor

Hezbollah chief threatens Israel after Beirut ‘drone attack’: ‘From Tonight Be Ready’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1