Aapnu Gujarat
મનોરંજન

ફરહાને ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કર્યું

અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તરે ફેસબૂકમાંથી પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દીધું છે. ફરહાને મંગળવારે ટવીટ કરીને આની જાણકારી આપી છે. બીજી બાજુ, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ફેસબૂકના વિકલ્પમાં સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ બનાવવા ભારતીય સ્ટાર્ટઅપને આગળ આવવા આહ્વાન કર્યું છે. મહિન્દ્રાના આઇડિયાને આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે સપોર્ટ કર્યો છે અને કહ્યું કે કે આશા છે કે તમે તેનું નેતૃત્ત્વ કરશો.ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબૂકના આશરે ૫ કરોડ યુઝર્સના ડેટાની ચોરીનો મામલો બહાર આવતા દુનિયાભરમાં ફેસબૂક પર થૂં થૂં થઇ રહ્યું છે. પોતાના ડેટાની સુરક્ષાની ચિંતામાં ઘણા બધા લોકો તેમનું ફૂસબૂક પેજ ડીલિટ કરી રહ્યા છે. અમેરિકાની ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે પણ તેની બે કંપનીઓ ટેસ્લા અને સ્પેસ એક્સના ફેસબૂક પેજ ડિલિટ કરી દીધા છે.ફરહાન અખ્તરે ટવીટ કર્યું કે, ’ગુડ મોર્નિંગ, તમને માહિતી આપી રહ્યો છું કે ફેસબૂકમાંથી મેં મારું પર્સનલ એકાઉન્ટ ડિલિટ કરી દીધું છે. જોકે, મારું ફેસબૂક પેજ ફરહાન અખ્તર લાઇવ હજુ પણ એક્ટિવ છે.’ જોકે, ફરહાને પોતાના ટવીટમાં ફેસબૂક એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ જણાવ્યું નથી. પરંતુ તેના સમર્થકોએ તેના નિર્ણયને આવકાર્યો છે.મહિન્દ્રાએ એવી સોશ્યલ નેટવર્કિંગ કંપની ઊભી કરવાનો આઇડિયા વહેતો મૂક્યો છે કે જે ’પ્રોફેશનલ રીતે સંચાલિત હોય અને જેનું સ્વૈચ્છિક રીતે નિયમન થતું હોય.’ આનંદ મહિન્દ્રાએ એક ટિવટ મારફત આ વિચાર રજૂ કર્યો છે. આ માટે તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને તે અંગેના આઇડિયા લઇને તેમની પાસ આવવા આમંત્રણ આપ્યું છે અને તેને જરૂરી મૂડી પણ પૂરી પાડવાની તૈયારી બતાવી છે. રવિન્દ્ર પ્રસાદે ટવીટ પર જવાબ આપ્યો, ’આ શાનદાર આઇડિયા છે મારા મસ્ત મિત્ર, હું એવી પણ આશા રાખું છું કે તમે તેનું નેતૃત્વ કરશો. તે અંગે હું ઉત્સાહી છું.’

Related posts

श्रीदेवी दुनिया की सर्वश्रेष्ठ मिमिक थीं : करण

aapnugujarat

રિતિક સાથે ફિલ્મ મળતા વાણી ખુશ

aapnugujarat

તુષાર કરીના કપૂર માટે ૧૨-૧૪ કલાક રાહ જોતો હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1