Aapnu Gujarat
મનોરંજન

માનવ તસ્કરી : દલેર મહેંદીને બે વર્ષની સજા ફટકારાઈ

વર્ષ ૨૦૦૩ના માનવ તસ્કરીના એક મામલામાં દોષિત જાહેર કરવામાં આવેલા લોકપ્રિય ગાયક દલેર મહેંદીને કઠોર સજા ફટકારવામાં આવી છે. પટિયાલાની એક કોર્ટે દલેર મહેંદીને બે વર્ષની સજા ફટકારી છે. તેમના ભાઈ પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દલેર ઉપર આક્ષેપ હતો કે, તે પોતાની મ્યુઝિક ટીમનો હિસ્સો બનાવીને વિદેશમાં લોકોને ગેરકાયદે લઇને જતો હતો. પંજાબની સ્થાનિક કોર્ટે દલેર મહેંદીને માનવ તસ્કરીના મામલામાં અપરાધી ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેના ાઈ શમશેરસિંહને પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. દલેર મહેંદી હાલમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. દલેર અને તેના ભાઈને ગેરકાયદેરીતે લોકોને વિદેશમાં મોકલવાના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ બંને લોકોને પોતાના ક્રૂ મેમ્બર તરીકે દર્શાવીને વિદેશ લઇ જવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આના માટે લોકો પાસેથી જંગી નાણા લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૯૯૮થી ૧૯૯૯ વચ્ચેના ગાળામાં બંને ભાઈઓએ મળીને ૧૦ લોકોને ગેરકાયદેરીતે અમેરિકા પહોંચાડ્યા હતા. બક્સિસસિંહ નામના શખ્સે ૨૦૦૩માં દલેર મહેંદીની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે મામલામાં એફઆઈઆર દાખલ કરી હતી. દલેર મહેંદી અને અન્યની સામે ૨૦૦૩માં માનવ તસ્કરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે કુલ ૩૧ મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ૧૯૯૮ અને ૧૯૯૯માં અમેરિકામાં દલેર મહેંદીએ અનેક શો કર્યા હતા. પોતાના ક્રૂના ૧૦ સભ્યોને અમેરિકા છોડી દેવામાં આવ્યા હતા. આના માટે દલેર મહેંદીએ જંગી નાણા લીધા હતા. આ ગાળા દરમિયાન એક અભિનેત્રીની સાથે અમેરિકાની યાત્રા પર ગયેલા દલેરે ક્રુ મેમ્બરની ત્રણ યુવતીઓને સાન ફ્રાન્સિસ્કો છોડી દેવામાં આવી હતી.

Related posts

‘દે દે પ્યાર દે’ને લઇ રકુલ પ્રિત આશાવાદી

aapnugujarat

ઇમરાન ખાન ટુંક સમયમાં કમબેક કરશે

aapnugujarat

हुमा के साथ दोबारा हॉरर फिल्म नहीं करूंगा : साकिब सलीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1