Aapnu Gujarat
રમતગમત

હવે ક્રિકેટર સમીની પત્નીનું પત્રકારો સાથે ખરાબ વર્તન

ક્રિકેટર મોહમ્મદ સામી અને તેમના પત્ની હસીન વચ્ચે વિવાદ હજુ શાંત થઇ રહ્યો નથી. બીજી બાજુ સમીની પત્ની હસીન મામલામાં મિડિયાની દરમિયાનગીરીથી હવે પરેશાન થઇ ચુકી છે. આજે પત્રકારો સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું હતું.  એવો આક્ષેપ છે કે, પ્રશ્ન પુછવામાં આવ્યા બાદ હસીને પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઉપરાંત એક ખાનગી ચેનલના કેમેરાને પણ તોડી નાંખ્યો હતો. સમી ઉપર બીજી યુવતીઓની સાથે ગેરકાયદે સંબંધો રાખવાના આરોપ લગાવી ચુકેલી તેમની પત્ની હસીન સતત મિડિયાના સવાલોનો સામનો કરી રહી છે. કોલકાતામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તે લાલઘૂમ થઇ ગઇ હતી. એક ચેનલના કેમેરાને તોડી પાડવામાં આવ્યો હતો. સોમવારના દિવસે પણ તે ભારે પરેશાન રહી હતી. વકીલ જાકીરે કહ્યું છે કે, મિડિયાના લોકોને સમજવાની જરૂર છે કે પ્રાઇવેટ સ્પેશની બાબત મહત્વપૂર્ણ છે. અમે પોતાના સ્તર પર તમામ બાબતોને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મિડિયાને પણ લોકપ્રિયતાને લેવાના પ્રયાસ કરવાને બદલે સ્થિતિને હળવી કરવાના પ્રયાસ કરવા જોઇએ. બીજી બાજુ મોહમ્મદ સમીના સંબંધીઓએ ગઇકાલે તેમની પત્ની હસીન જહાંના વકીલ જાકીર હુસૈનની સાથે વાતચીત કરી હતી. સમી અને તેની વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. કોર્ટની બહાર વિવાદને ઉકેલવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. હસીનના વકીલે વાતચીતની એવી વાત પણ કબૂલી છે કે, કોર્ટની બહાર વિવાદનો ઉકેલ લાવવામાં આવી શકે છે. જો કે, હસીને કહ્યું છે કે, તે સમી અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી રહેલા સમજૂતિના પ્રયાસોને લઇને ખુબ સાવધાન થયેલી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

Related posts

कोहली वेस्ट इंडीज दौरे और उसके बाद भी कप्तानी करेंगे

aapnugujarat

વિરાટ કોહલીને ગરદનમાં ઇજા : કાઉન્ટીમાં નહીં રમે

aapnugujarat

अंतिम 2 टेस्ट के लिए ठाकुर की जगह उमेश होंगे शामिल

editor

Leave a Comment

UA-96247877-1