Aapnu Gujarat
ગુજરાત

વલ્લભીપુર : ખેત ઉત્પન્ન બજાર સમિતિ બનાવાશે : ઈશ્વરસિંહ પટેલ

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વલ્લભીપુર ખાતે અંદાજે ૫ કરોડના ખર્ચે ખેત ઉત્પન્ન બજાર સમિતિના નવા મકાનનું બાંધકામ થશે. મંત્રીએ જણાવ્યું હતું કે, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકા અલગ થતા વલ્લભીપુર ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિ સ્થાપવાની જરૂરિયાત ઉભી થઈ હતી જે માટે ૧૨૬૫ ચો.મીના દરે કલ્યાણપુર નજીકની જમીન ફાળવવાનો નિર્ણય થયેલો પરંતુ અંદાજે ૫૧ કરોડનો માતબર ખર્ચ થયો હોઈ, આ જમીન ઉપર મકાન બાંધવાનું મુલતવી રખાયું હતું. હવે વલ્લભીપુર ખાતે નવી જમીનની ફાળવણી થતા આ જમીન ૨.૫૫ કરોડના ખર્ચે ખરીદવાનો નિર્ણય કરાયો છે. આ જમીન ઉપર વધારાના પાંચ કરોડના ખર્ચે ખેત ઉત્પન્ન બજાર સમિતિનું નવું મકાન બાંધવામાં આવશે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એપીએમસીને દર સો રૂપિયે પચાસ પૈસાની શેષની આવક થાય છે.

Related posts

શહેર કોટડાના પીઆઇ દ્વારા આપઘાતની ધમકી

aapnugujarat

સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીથી ફાઇલ લાપતા થઈ

aapnugujarat

બોટાદમાં જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળીની બેઠક મળી

editor

Leave a Comment

UA-96247877-1