Aapnu Gujarat
બિઝનેસરાષ્ટ્રીય

સરકારને આરબીઆઇ પાસેથી ૧૦ હજાર કરોડનું ડિવિડન્ડ મળવાની આશા

સરકારને આ મહીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી વચગાળાના ડિવિડન્ડ સ્વરૂપે ૧.૫ અરબ ડોલર મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રકમની ગણતરી છ મહિના માટે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આરબીઆઈનું નાણાકીય વર્ષ જૂલાઈથી જૂન માસ સુધીનું હોય છે.રિઝર્વ બેંકે આ પહેલા વધારે ચૂકવણી માટે સરકારના અનુરોધોનો અસ્વીકાર કરી દીધો હતો આના માટે દલીલ કરવામાં આવી હતી કે ડિવીડંડની ચૂકવણી પાંચ વર્ષના સૌથી નિચલા સ્તર પર હતી. વડાપ્રધાન મોદીનું પ્રશાસન ખર્ચને પહોંચી વળવા માટે વધારે ફંડની માંગણી કરી રહ્યું છે.નાણાપ્રધાનના પ્રવક્તા ડી.એસ. મલિક પાસેથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી જ્યારે આરબીઆઈના પ્રવક્તાએ આ મામલે મોકલવામાં આવેલા ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી.

Related posts

असम में बोले शाह – मोदी सरकार ही बना सकती है भ्रष्टाचार, घुसपैठिया और आतंकवाद मुक्त राज्य

editor

चीनी नेताओं से अहम वार्ता के लिए पेइचिंग पहुंचे विदेश मंत्री एस. जयशंकर

aapnugujarat

અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

editor

Leave a Comment

UA-96247877-1