Aapnu Gujarat
ગુજરાત

એફએસએલ કાર્તિના નાર્કો ટેસ્ટ કરવા માટે પૂર્ણ તૈયાર : પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભા ગૃહમાં કાર્તિ ચિદમ્બરમનો મુદ્દો ઉછળ્યો હતો. વિધાનસભા ગૃહમાં આજે વિપક્ષ દ્વારા રાજયની એફએસએલમાં નાર્કો એનાલિસિસ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, કેન્દ્રની તપાસ એજન્સી ઇચ્છે તો, કાર્તિ ચિદમ્બરમનો પણ નાર્કો ટેસ્ટ કરવા અમારી એફએસએલ તૈયાર છે,જેથી વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો ગિન્નાયા હતા અને ગૃહ રાજયમંત્રીના માર્મિક પ્રત્યુત્તરનો વિરોધ કરતાં વળતો પ્રહાર કર્યો હતો કે, શું આસારામ, નીરવ મોદી, વિજય માલ્યા અને અમિત શાહના નાર્કો ટેસ્ટ કરાયા હતા ? કોંગ્રેસના ધારાસભ્યોના આવા ટોંટથી શાસકપક્ષ ભાજપના સભ્યો અકળાયા હતા અને એક તબક્કે બંને પક્ષના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા અને ગૃહમાં ભારે શોરબકોર વચ્ચે હોબાળો મચી ગયો હતો. એક તબક્કે કોંગ્રેસના જે ધારાસભ્યએ પ્રશ્ન પૂછી વિવાદ છેડયો હતો, તેમનો પ્રશ્ન રદ કરી અધ્યક્ષે તેમનું માઇક બંધ કરાવી દેતાં મામલો થાળે પડયો હતો. ર્‌ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજયમાં એફએસએલ ડિપાર્ટમેન્ટમાં નાર્કો એનાલિસિસ અંગેના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, કેન્દ્રની તપાસ એજન્સી ઇચ્છે તો, કાર્તિ ચિદમ્બરમનો પણ નાર્કો ટેસ્ટ કરવા અમારી એફએસએલ તૈયાર છે, જેથી વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો ગિન્નાયા હતા. ગૃહ રાજયનંત્રીના આ પ્રકારના મ્હેણાં સામે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલજી ઝાલાએ વળતો પ્રહાર કરતાં પરખાવ્યું હતું કે, શું આસારામ, નીરવ મોદી, વિજય માલ્યા અને અમિત શાહના નાર્કો ટેસ્ટ કરાયા હતા ? કોંગ્રેસના ધારાસભ્યનો આવો ટોંટ સાંભળી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો છંછેડાયા હતા. બંને પક્ષના ધારાસભ્યો એકાએક ઉભા થઇ ગયા હકતા અને સામસામે આવી ગયા હતા અને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા લાગ્યા હતા, જેને લઇ ગૃહનું વાતાવરણ ભારે હોબાળા અને શોરબકોરથી ગાજી ઉઠયું હતું. અધ્યક્ષે બંને પક્ષના સભ્યોને વારંવાર વિનંતી કરવા છતાં કોઇ શાંત પડતુ ન હતુ. કોંગ્રેસના ધારાસભ્ય ધવલજી ઝાલા આક્ષેપોનો મારો ચલાવતા રહ્યા હતા,જેથી અધ્યક્ષે એક તબક્કે કોંગી ધારાસભ્યના પ્રશ્નને જ રદ કરી તેમનું માઇક બંધ કરાવતાં ધીરે ધીરે મામલો શાંત પડયો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં દેશના પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રી દિગ્ગજ નેતા પી.ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરની તાજેતરમાં જ ધરપકડ થઇ છે અને તેમના રિમાન્ડ મેળવાયા હતા. જેને લઇ કોંગ્રેસે ભાજપ પર અને મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજકીય બદલાના ભાગરૂપે કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરાઇ છે. કાર્તિ પર હાલમાં સકંજો મજબુત કરવામાં આવ્યો છે. જુદી જુદી તપાસ સંસ્થાઓ દ્વારા તેની સામે તપાસ કરી રહી છે. જેમાં સીબીઆઇ અને ઇડીનો સમાવેશ થાય છે. કાર્તિ હાલમાં સીબીઆઇની કસ્ટડીમાં છે. ઇડી પણ ધરપકડ કરે તેવી શક્યતા છે.

Related posts

રેલવેનું કામ ચાલતુ હોવાથી પલાસવાડા ક્રોસિંગ ૩ ડિસેમ્બર સુધી બંધ રહેશે

editor

આચારસંહિતના ભંગ સંદર્ભે પંચ દ્વારા મોદીને ક્લિનચીટ

aapnugujarat

અડાલજ વાવ જોવા પ્રવાસીને રૂપિયા ૨૫ ચૂકવવાના રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1