Aapnu Gujarat
રમતગમત

રાશિદ ખાને ઇતિહાસ રચ્યોઃ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવાન કેપ્ટન બન્યો

અફઘાનિસ્તાનનો સ્પિન બોલર રાશિદ ખાન વિશ્વ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બની ગયો છે. ૧૯ વર્ષીય રાશિદ હાલ આઇસીસી વન ડે અને ટી-૨૦ રેંકિંગમાં પણ નંબર વન બોલર છે. તેને અસગર સ્ટેનકજઈના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.  અસગરને એપેન્ડિક્સના ઓપરેશન માટે ઝિમ્બાબ્વેની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે.અસગરને ઓછામાં ઓછા ૧૦ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેમ છે. હાલ રાશિદ ટીમનો વાઇસ કેપ્ટન હતો. હવે તેને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. આટલી નાની ઉંમરમાં કોઈ પણ ફોર્મેટમાં કોઈ પણ ટીમનું નેતૃત્વ સંભાળનારો રાશિદ ખાન દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. અફઘાનિસ્તાનની ટીમ આજે વિન્ડીઝ સામે અને તા. ૧ માર્ચે નેધરલેન્ડ્‌સ સામે વોર્મઅપ મેચ રમવાની છે. આ ઉપરાંત વર્લ્ડકપ ક્વોલિફાયરમાં અફઘાનિસ્તાન તા. ૪ માર્ચે સ્કોટલેન્ડ સામે ટકરાવાનું છે. રાશિદ ખાને ૩૭ વન ડેમાં ૮૬ વિકેટ અને ૨૯ ટી-૨૦ મેચમાં ૪૬ વિકેટ ઝડપી છે. તે આઇપીએલમાં હૈદરાબાદ સનરાઇઝર્સ તરફથી રમી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વે સામેની ટી-૨૦ શ્રેણી ૨-૦થી જીતી લેનારી અફઘાનિસ્તાનની ટીમના બોલર રાશિદ ખાને તાજેતરમાં જ આઇસીસીના ટી-૨૦ બોલર્સના રેન્કિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. આ પહેલાં રાશિદે વન ડે બોલર્સની યાદીમાં જસપ્રીત બૂમરાહ સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હાલ રાશિદની ઉંમર ફક્ત ૧૯ વર્ષ, ૧૫૯ દિવસની છે. આ પહેલાં પાકિસ્તાનનો સકલેન મુસ્તાક આઇસીસી રેન્કિંગમાં સૌથી નાની ઉંમરે નંબર વન બોલર બન્યો હતો.

Related posts

कोहली नहीं तोड़ पाएंगे तेंडुलकर के 200 टेस्ट मैच रेकॉर्ड : सहवाग

aapnugujarat

मैं बेहतर कप्तान इसलिए लगा क्योंकि हर किसी ने योगदान दिया : रहाणे

editor

Rohit injured before T20 series

aapnugujarat

Leave a Comment

UA-96247877-1