Aapnu Gujarat
મનોરંજન

પ્રિયાની પ્રશંસા કરવા બદલ ઋશિ કપૂર થયા ટ્રોલ, લોકોએ કહ્યું, ‘બસ કરો દાદાજી’

તાજેતરમાં જ ઋષિ કપૂરે વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશની પ્રશંસા કરતાં એક ટ્‌વીટ કર્યું હતું. જેમાં તેમણે પ્રિયાના શ્રેષ્ઠ કામના વખાણ કર્યા હતા અને એક્ટ્રેસના મોટા સ્ટારડમની ભવિષ્યવાણી કરી હતી. આ ટ્‌વીટને લઇને સોશિયલ મીડિયા યુઝર્સે ઋષિ કપૂરને આડે હાથે લીધા છે.સોશિયલ મીડિયા પર ઋષિ કપૂરની આલોચના થઇ રહી છે. ઋષિના આ ટ્‌વીટ પણ અનેક યુઝર્સે ભદ્દા કમેન્ટ્‌સ કર્યા છે. તેમની આ ટિ્‌વટ પર એક યુઝરે તેમને બુઢાઉ કહી દીધા તો એન્ય એક યુઝરે તેમને બસ કરો દાદાજીની સલાહ પણ આપી દીધી. કેટલાંક યુઝર્રસે તેમને ઠરકી સુદ્ધાં ઘોષિત કરી દીધાં.
એક યૂઝરે ઋષિ કપૂરને કહ્યું કે તે પ્રિયાની ઓપોઝિટ તેમના પુત્ર રણબીર કપૂરને કાસ્ટ કરે. અન્ય એક યુઝરે કહ્યું તમારો દિકરો જવાન થઇ ગયો છે, હવે તો બસ કરો.જો કે સોશિયલ મીડિયા પર ઋષિ કપૂરનું ટ્રોલ થવું સામાન્ય બાબત બની ગઇ છે. તેઓ અસારનવાર પોતાના સેન્સ ઓફ હ્યુમરના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં હોય છે. પ્રિયા પ્રકાશના મામલે પણ કંઇક આવું થયું છે.ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઇન્સ વીક પર પોતાના કાતિલ અંદાજથી લાખો લોકોને પોતાના ચાહક બનાવનારી પ્રિયા મલયાલી ફિલ્મ ‘ઓરૂ અડાર લવ’ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. વેલેન્ટાઇન્સ ડે પર ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં જ આ ફિલ્મ ફક્ત પ્રિયાના એક્સપ્રેશનના કારણે ફેમસ થઇ ગઇ છે. ફિલ્મના ટીઝરમાં લીડ એક્ટ્રેસ પ્રિયા અને મોહમ્મદ રોશન વચ્ચેની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફક્ત ૪૪ સેકેન્ડની ટીઝરમાં ક્લાસરૂમમાં બેઠેલા આ બંને સ્ટાર્સ સ્ટૂડન્ટ્‌સની ભુમિકામાં જોવા મળી રહ્યાં છે અને તેમની વચ્ચે ચાલી રહેલા આંખોના ઇશારાઓ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે.

Related posts

રિચા ચડ્ડા પાસે હાલમા સાત જેટલી ફિલ્મ હાથમાંઃ રિપોર્ટ

aapnugujarat

सोनू निगम के आरोपों पर दिव्या खोसला कुमार का पलटवार

editor

खुद को कास्ट करने के लिए फिल्में नहीं बना रही हूं : अनुष्का

editor

Leave a Comment

UA-96247877-1