Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોટબંધી પછી મોટી સંખ્યામાં કેશ જમા કરાવી હોય તો ઈન્કમટેક્સ ૩૧મી માર્ચ પહેલાં ભરવા તાકિદ

આવકવેરા વિભાગે શુક્રવારે એવી વિનંતી કરી હતી કે જેમણે નોટબંધી પછી મોટી સંખ્યામાં રોકડ જમા કરાવી હોય તેઓ અને તમામ કંપીનીઓ તેમનું રિટર્ન ૩૧મી માર્ચ પહેલાં ભરી દો. આમ નહિં કરવામાં આવે તો દંડ કે કાર્યવાહી થઈ શકે છે.તેમણે લાગતાવળગતા ટ્રસ્ટો, રાજનૈતિક પાર્ટીઓ અને સંસ્થાઓને તેમના આવકવેરા રીટર્ન ડેડલાઈન પહેલાં ભરી દેવા ચેતવણી આપી છે.
આઈટી વિભાગ દ્વારાઆપવામાં આવેલી જાહેરાતોમાં કે જે દેશના મુખ્ય અખબારોમાં કરવામાં આવી છે તેમાં કહેવાયું છે કે આ આખરી તક છે ખાસ કરીને એસેસમેનન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮ના આવકવેરા રીટર્ન જમા કરાવવા માટેની.જો લોકો ટેક્સ પેયર છે તેમના માટે હજી પણ સમય છે, તે લોકોએ અંતિમ તારીખ પહેલાં છેલ્લી ઘડીની દોડધામ નિવારવા અગાઉથી જ રીટર્ન ફાઈલ કરી દેવું હિતાવહ છે.જો તમે નોટબંધી પછી બેંકમાં મોટી સંખ્યામાં રોકડ જમા કરાવી હોય કે મોટાં વ્યહવારો કર્યા હોય તો તમારે રીટર્ન સત્વરે ભરી દઈને તેમાંથી ચોખ્ખા બહાર આવવા હિદાયત આપવામાં આવે છે.
રીટર્ન ન ભરવાના સંજોગો કે ખોટું રીટર્ન ભરવાના સંજોગોમાં તમારી વિરુદ્ધ દંડ કે કાર્યવાહી થઈ શકે છે. તેમ જાહેર વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે.તેમાં કહેવાયું છે કે તમામ કંપનીઓ, પેઢીઓ અને મર્યાદિત જવાબદારી ધરાવતી પેઢી કે ભાગીદારી કંપનીઓકે લાગતાવળગતાઓને પણ આમ કરવા કહેવામાં આવે છે.આવકવેરા રીટર્ન ભરવાની જે ડેડલાઈન છે તે ટ્રસ્ટ, એસોસિએશન કે રાજનૈતિક પાર્ટીઓને પણ લાગૂ પડે છે. એ લોકો કે જેમની આવક ટેક્સની ઓછામાંઓછી ચૂકવણીથી વધારે હોય તેમને બધાંને આ લાગૂ પડે છે.આ ઉપરાંત વ્યક્તિગત કે એયુએફ પરિવારો કે જેમની આવક ૨.૫ લાખથી વધારે હોય અને સિનિયર સિટીઝન કે જેમની આવક ૩ લાખથી વધારે હોય( વયમર્યાદા ૬૦થી ૮૦ વર્ષ) અને ૫ લાખ (૮૦ વર્ષથી વધું)એ પણ વહેલું રીટર્ન ફાઈલ કરી દેવું જરૂરી છે.

Related posts

વડાપ્રધાન મોદી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે

editor

बिना ठोस कामकाज से गुजर जाएगा शीतकालीन सत्र

aapnugujarat

ફેમા કેસ : અલગતાવાદી નેતા સઇદ અલી શાહ ગિલાની પર ૧૪ લાખ રૂપિયાનો દંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1