Aapnu Gujarat
બિઝનેસ

બિટકોઈન દેશ માટે ખતરારૂપ

બિટકોઈનના માધ્યમથી કાળા નાણાની હેરફેર તો થાય જ છે. સાથે હવાલા રેકેટ પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં બિટકોઈનનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે પણ થઇ શકવાની આશંકા એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા છે.આઈટીએ લાલ આંખ કરી હોવા છતાં બિટકોઈનના ઉપયોગમાં ઘટાડો નહિ પરંતુ વધારો થઇ રહ્યો છે. આઈટીના સકંજામાંથી બચવા માટે હવાલા રેકેટનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉદાહરણ સાથે સમજીએ તો જો કોઈ બિલ્ડર કાળા નાણા મારફતે મકાન વેચતા હોય તો બ્લેકની રકમ માટે બિટકોઈન મારફતે પણ પેમેન્ટ લેવામાં આવી શકે. આવા સમયે જો આઈટી લાલ આંખ કરે તો હવાલા મારફતે અન્ય દેશમાં રૂપિયા મોકલી આપવાના અને બાદમાં વધુ એક હવાલા મારફતે તેજ રૂપિયા રોકડમાં પરત મંગાવવાનો કાળો કારોબાર પણ ચાલી રહ્યો છે.
દેશ પર આતંકીઓનો ડોળો પહેલેથી જ છે. થોડા સમય અગાઉ વિવિધ એજન્સીઓએ આતંકી ફંડ પર કડક કાર્યવાહી શરુ કરી હતી. આવા સમયે બિટકોઈનનું ખરીદ વેચાણ કરી તેના રૂપિયાના હવાલા કરી પહોચાડવામાં આવી શકે છે. આથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ તો છે પરંતુ તેને સંપૂર્ણ રોકવું અશક્ય છે. આવા સમયે આઈટી સાથે સુરક્ષા એજન્સી માટે પણ બિટકોઈન પડકારરૂપ છે.એક્સપર્ટ માને છે કે સોશિયલ મીડિયા મારફતે આતંકી પ્રવૃત્તિ રોકવામાં ઘણે અંશે સુરક્ષા કે ઈન્ટેલીજન્સ એજન્સીઓને સફળતા મળી છે ત્યારે હવે બિટકોઈન નામના નવા પડકારને રોકવું પણ એટલુ જ જરૂરી બન્યું છે.

Related posts

સેન્સેક્સમાં ૨૬ અંકનો ઘટાડો

aapnugujarat

મોટા લોન ડિફોલ્ટર્સ યાદી જારી નહીં કરાતા નારાજગી

aapnugujarat

દેશમાં ૨૦૨૨ સુધીમાં કરોડો સ્માર્ટફોન યુઝર્સ,ઓટીટી વીડિયો બજારમાં થશે વૃદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1