Aapnu Gujarat
ગુજરાત

નારાજ પરસોત્તમ સોલંકીએ શપથ ગ્રહણ કર્યાં

અંતે રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોતમ સોલંકીએ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની ઓફિસમાં જઈ શપથ ગ્રહણ કર્યા.
કેબીનેટ કક્ષાનું પ્રધાનપદ અથવા તો સારા ખાતાની માગણી સાથે નારાજગી દેખાડવા માટે સોલંકીએ હજુ સુધી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નહોતા.જોકે શપથ લીધા બાદ પરષોત્તમ સોલકીએ કહ્યું છે કે તેઓ નારાજ નથી. મુખ્યપ્રધાને તેમને બાંહેધરી આપી છે કે મહત્વનું ખાતુ ફળવામાં આવશે. જેથી તેઓ કે તેમનો સમાજ નારાજ નથી. સોલંકીએ દાવો કર્યો કે તેઓ બહારગામ હોવાથી કેબિનેટમાં હાજર રહી શક્યા નથી.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં ભાજપની પ્રથમ વખત જ ખૂબ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. પહેલા ટિકિટના મુદ્દે, બાદમાં મંત્રીપદ તેમજ ખાતાની ફાળવણીના માંગણી લઈને કેટલાક સિનિયર નેતાઓ-ધારાસભ્યોએ જાહેરમાં પોતાનો રોષ ભાજપના મોવડી-મંડળ પર ઠાલવ્યો હતો.
દિલ્હીની સૂચનાને પગલે ‘ડેમેજ કંટ્રોલ’ કરાયું હતું. આમ છતાં હજુ કેટલાક નેતાઓ અને ધારાસભ્યોમાં આક્રોશ અને અસંતોષ યથાવત રહ્યો છે. જેમાંનાં એક પુરુષોતમ સોલંકી છે.

Related posts

દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ૧૦૦ના નામ ફાઇનલ થશે

aapnugujarat

दुरंतो की दुर्घटना की वजह से मुंबई से आ रही ट्रेनें लेट

aapnugujarat

अहमदाबाद शहर के टूटे हुए रास्तों में से १८४ किमी के रास्ते म्युनिसिपल प्रशासन द्वारा ही बनाया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1