Aapnu Gujarat
મનોરંજન

અનુષ્કા બાદ સાઉથની એક્ટ્રેશ રાશિ ખન્ના ક્રિકેટર પર થઈ ફિદા, કહ્યું- ‘બુમરાહના પ્રેમમાં છું દીવાની’

બોલીવુડ અને ક્રિકેટ જગતના સંબંધ હંમેશા ખાસ રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં છક્કા છોડાવનાર ક્રિકેટર્સનું દિલ બોલીવુડની અનેક એક્ટ્રેસ પર ફિદા થયું છે. હાલમાં જ થયેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન તેનું ઉદાહરણ છે. હવે વધુ એક્ટ્રેસે પોતાના દિલનું રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે, ભારતીય ટીમના ક્યા ખેલાડીના પ્રેમમાં દીવાની છે.જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો ડેથ ઓવર સ્પેશયલિસ્ટ છે. બુમરાહની બોલિંગ અને પર્સનાલિટી પર એક એક્ટ્રેસ ફિદા થઈ ગઈ છે. સાઉથની એક્ટ્રેશ રાશિ ખન્ના જસપ્રીતની બોલિંગની દીવાની બની ગઈ છે.રાશિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રેસ છે. રાશિએ જિલ, હાઈપર, બંગાલ ટાઈગર, શિવમ અને સન ઓફ સત્ય મૂર્તિ ૨માં કામ કરી ચૂકી છે. રાશિએ બોલિવૂડની એક ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં પણ કામ કર્યું છે.રાશિએ આ ખુલાસો કર્યો છે કે તેને મેચ જોવી ખુબ પસંદ છે અને તે બુમરાહની રમત ખુબ પસંદ છે. રાશિ સોશિયલ મીડિયા પર બુમરાહના વખાણ કરે છે.
ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટીવી એડના શૂટિંગથી એકબીજાને મળ્યાં અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા અને હાલમાં જ તેમણે લગ્ન કરી નવી ઈનિંગ શરૂ કરી છે. આ ઉપરાંત યુવરાજ સિંહ-હેઝલ કીચ, દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ્દ અઝહરૂદ્દીન અને સંગીતા બિઝલાનીના સંબંધો પણ ખુબ જાણિતા છે.

Related posts

सलमान पर मुकेश खन्ना का धावा, कहा विदेश के शो का कॉपी वर्जन बिग बॉस

editor

Salman Khan has to appear on next hearing, if not than bail will be cancelled : Jodhpur Court

aapnugujarat

बॉलीवुड में सफलता हासिल करना आसान नहीं : यामी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1