Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુકેમાં હિમવર્ષા બાદ હવે પૂરનો ખતરો, ૫૬થી વધુ ફ્લડ વોર્નિંગ જાહેર

બ્રિટનમાં સતત થઇ રહેલી હિમવર્ષાના કારણે છેલ્લાં બે વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે. હિમવર્ષા અને ભારે પવન બાદ બ્રિટનમાં પૂરની નવી મુસીબત આવી રહી છે. સ્નો સ્ટોર્મ બાદ તાપમાન ઉપર જતાં બરફ પીઘળવાના કારણે અહીં પૂરની શક્યતાઓ વધી ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, આવતીકાલે અહીંનું તાપમાન ૧૫ સે. (૫૯ ફે.) જશે. બ્રિટનમાં એથેન્સ કરતાં વધારે ગરમી થશે, એથેન્સમાં હાલ ૧૨ સે. (૫૪ફે.) તાપમાન છે. નોર્થ ઇંગ્લેન્ડના હિલ્સ પરથી એક ફૂટ જેટલો બરફવર્ષા સ્કોટલેન્ડ પર થઇ છે. ઉપરાંત સ્નો કોસ્ટવોલ્ડ અને હોમ કાઉન્ટીમાં પણ પડ્યો છે. સ્નો સ્ટોર્મ વખતે જમા થયેલો આ બરફ પીગળવાની શરૂઆત થઇ ગઇ છે, કારણ કે બ્રિટનનું તાપમાન હવે વધી રહ્યું છે.વેલ્સ અને વેસ્ટ મિડલેન્ડમાં પોલાર એરના કારણે આવતીકાલે તાપમાન ૧૫ સે.થી નીચે જવાની શક્યતાઓ છે.સ્નો સ્ટોર્મનો બરફ પીઘળવાના કારણે એથેન્સમાં તાપમાન (૧૨ સે.) રહેશે.હવામાન ખાતાએ ૫૬ ફ્લડ વોર્નિંગ જાહેર કરી છે. જ્યારે કેમ્બ્રિજ, હિયરફોર્ડ અને સમરસેટમાં ૯ ફ્લડ વોર્નિંગ જાહેર કરી છે.શનિવાર બાદ તાપમાનમાં આંશિક ફેરફાર નોંધાયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬ બાદ બ્રિટનમાં આટલું નીચું તાપમાન ગયું છે.સૌથી વધુ પૂર ઇંગ્લેન્ડના સાઉથ વેસ્ટમાં આવવાની શક્યતાઓ છે. અહીંના રહેણાંક વિસ્તારને ખાલી કરી દેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કારણ કે, બરફ પીઘળવા અને વરસાદના કારણે નદી કાંઠાના વિસ્તારને વધુ નુકસાન થશે.કેમ્બ્રિજશાયર, સમરેસ્ટ, નોર્થહેમ્પશાયર, દેવોન, હિયરફોર્ડશાયર અને વૉરવિકશાયર સહિત ૫૬ રાજ્યોમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બ્રિટનના તાપમાનમાં રાતોરાત -૧૩.૭સે.(૭ફે.) જેટલો ઘટાડો નોંધાયો છે. લિટલ રિસિન્ગટન, ગ્લસેસ્ટશાયર અને નોર્થ લંડનમાં બરફવર્ષા થઇ હતી.હવામાનમાં ફેરફારના કારણે ગ્લાસગો એરપોર્ટને થોડાં સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગ્લેન કોઇમાં ધુમ્મસના કારણે બે કાર અથડાતાં ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જ્યારે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં તાપમાન ઉંચુ જતાં અહીં ૧૨ કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.દેવોન કન્ટ્રીમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અહીંના સ્વિમબ્રિજ અને લેન્ડકી વિલેજના ૧૦ ઘરો પૂરમાં નષ્ટ થઇ ગયા છે.પૂર અને જમીન ધસી પડવાના કારણે કોમ્બે માર્ટિનના એ૩૯૯ અને બ્રાન્સ્ટેપલના એ૩૬૧ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

Related posts

21 months in prison to convicted man for shared New Zealand mosque shooting video

aapnugujarat

અમેરિકામાં ૧૦૦ મહિલાઓના બળાત્કારના ગુનામાં ૭૧ વર્ષના વૃદ્ધને સજા

aapnugujarat

उ.कोरिया में भागने वाले कैदियों को सरेआम फांसी : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1