Aapnu Gujarat
રાષ્ટ્રીય

જજોના આરોપ અને પત્ર બાદ મોદીની કાયદામંત્રી સાથે ચર્ચા

સુપ્રીમ કોર્ટના ચાર જજ તરફથી પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પણ હચમચી ઉઠી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના આ પગલા બાદ વડાપ્રધાન મોદીએ તરત જ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન પર વાત કરી હતી. આ મામલામાં સરકારને પણ હવે ઘણા સ્પષ્ટીકરણ કરવાની જરૂર પડશે. સનસનાટીપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા બાદ ન્યાયપાલિકાથી લઇને સરકાર પણ હચમચી ઉઠી છે. જજના આરોપ અને પત્ર બાદ મોદીએ રવિશંકર પ્રસાદ સાથે વાતચીત કરી છે. અલબત્ત આને લઇને કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માને છે કે, આ કોઇ સરકારનો મામલો નથી. આમા દરમિયાનગીરી કરવાની જરૂર દેખાઈ રહી નથી. સરકાર એમ પણ માને છેકે, આ સુપ્રીમનો આંતરિક મામલો છે. સરકાર તેમાં પક્ષ નથી. સમગ્ર મામલાને લઇને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ સાથે વાતચીત કરીને ચર્ચા કરી છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, મિડિયાની સમક્ષ આવનાર ચાર જજો જો પોતાની પીડા રજૂ કરી છે તો તેમને ચોક્કસપણે પીડા થઇ હતી. સ્વામીએ એમ પણ કહ્યું છે કે, જજોએ ચીફ જસ્ટિસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમની વચ્ચે વિવાદ છે જેથી વડાપ્રધાને આ મામલામાં દરમિયાનગીરી કરવી જોઇએ. મિડિયાની સમક્ષ વાત રજૂ કરનાર ચારેય જજ બુદ્ધિજીવી છે. તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.

Related posts

लालू प्रसाद यादव के समर्थन में आए शत्रुघ्न सिन्हा

aapnugujarat

46 લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા 250 બકરાને ખરીદી લીધા

aapnugujarat

3 terrorists killed in encounter at Pulwama

editor

Leave a Comment

UA-96247877-1