Aapnu Gujarat
ગુજરાત

સ્કુલ, કોલેજો અને ગામોમાં ચર્ચા અને જાગૃતિ કાર્યક્રમો : ૧૪મી જાન્યુઆરીથી પ્રાણી કલ્યાણ પખવાડિયું

રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં ૧૪થી ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્યે પ્રેમભર્યું માયાળુ વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આળે છે. જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા અને આર્થિક ઉપયોગીતા અંગે પ્રાણીઓના યોગદાન અંગેની બાબત ધ્યાને લઇને પ્રાણીઓ આપણા જીવન સાથે સંકળાયેલ હોઇ તેને મહત્વ આપવા લોક સંદેશ જનતા સુધી પહોંચાડવા આ પખવાડિયાની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતા દ્વારા આ પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પખડવાડિયા દરમિયાન પશુપાલન ખાતાના ક્ષેત્રિય કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રાણી કલ્યાણનું કામ કરતી સંસ્થાઓની મુલાકાતો યોજીને પ્રાણીઓ પ્રત્યે માયાળુ વર્તન રાખવા સંબંધિતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ખાતા તેમજ પ્રાણી કલ્યાણ માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા સર્જિકલ કેમ્પ, પશુવંધ્યત્વ નિવારણ કેમ્પ, મેળા વિગેરેનું આયોજન કરી પશુઓના આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને કેન્દ્રમાં વધુમાં વધુ પશુઓ લાભ લઇ શકે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પ્રાણીકલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દયા રાખવા મહત્વ આપવું અને પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગિતા વિશે ચર્ચાઓ, વકૃત્વ સ્પર્ધાઓ, સ્કૂલ, કોલેજ તેમજ શાળાઓ અને કન્યા કેળવણી મંડળો, નગરપંચાયતો, ગ્રામ પંચાયતોના સંકલનમાં રહી યોજવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. પ્રાણી દ્વારા સંચાલિત વાહનોમાં વધુ વજન ન ભરવા, ઋતુચક્ર પ્રમાણે પ્રાણીઓની બેઠક સુવિધા ઉભી કરવા માટે તૈયારી કરાઈ છે.

Related posts

રાજ્યમાં 10 હજાર તબીબોની હડતાળ સમેટાઇ, આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

aapnugujarat

सूरत में दर्दनाक सड़क हादसा : फुटपाथ पर सो रहे मजदूरों को ट्रक ने कुचला, 15 की मौत

editor

યાત્રાનું આકર્ષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1