Aapnu Gujarat
મનોરંજન

ઇલિયાના અજય દેવગનની સાથે ફરી નજરે પડશે

બાદશાહો બાદ અજય દેવગનની સાથે ઇલિયાના ડી ક્રુઝ ફરી એકવાર નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રેડ નામની ફિલ્મ હાલમાં બની રહી છે. જે માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. હાલના કાર્યક્રમ મુજબ આ ફિલ્મ ૧૬મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવી શકે છે. ફિલ્મની પટકથા ખુબ જ રોમાંચક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં અજય દેવગન એક ટેક્સ ઓફિસરની ભૂમિકા અદા કરનાર છે. અજય દેવગન છેલ્લે ગોલમાલ સિરિઝની ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અજય દેવગનની ફિલ્મો ચાહકોને એક્શનથી ભરપુર હોવાથી ખુબ પસંદ પડે છે. રિતેશ શાહ દ્વારા ફિલ્મની પટકથા લખવામાં આવી છે. વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક હેવાલ મુજબ ૫૫ કરોડ રૂપિયાના જંગી ખર્ચ સાથે ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં અજય દેવગન અને ઇલિયાનાની સાથે સૌરભ શુક્લા પણ કામ કરી રહ્યો છે. રાજકુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મને લઇને અજયના ચાહકો ઉત્સુક છે. ફિલ્મની પટકથાને લઇને ઉત્સુકતા વધી છે. અત્રે નોંધનીય છે કે બાદશાહોમાં અજય દેવગન અને ઇલિયાનાની જોડીની પ્રશંસા થઇ હતી. ઇલિયાનાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બરફી મારફતે કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ઇલિયાના હાલમાં કેટલીક મોટી ફિલ્મો કરી રહી છે. તે અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે સરેરાશ સફળતા હાંસલ કરવામાં સફળ સાબિત થઇ હતી.

Related posts

સુરજ સાથે પરિણિતીને હવે વધુ એક ફિલ્મ મળી

aapnugujarat

કેમરૂન ડાયઝ હવે અભિનય નહીં કરે તેવા હેવાલને આખરે રદિયો

aapnugujarat

વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફિઝ ૨નું ટ્રેલર રીલીઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1