Aapnu Gujarat
મનોરંજન

રિલિઝ પહેલાં ‘ટાઇગર ઝિંદા હૈ’ની ટિકિટના ભાવ આસમાને, શો થયાં હાઉસફુલ

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ શુક્રવારે સિનેમાઘરોમાં રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ ચાલુ થઇ ગઇ છે અને અનેક શો અત્યારથી જ હાઉસફુલ થઇ ગયા છે. લોકો સલમાનની આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે દિલ્હીના અનેક મલ્ટીપ્લેક્સમાં ટિકિટ્‌સની કિંમતો રૂ.૨૦૦૦થી ૨૪૦૦રૂ કરી દેવામાં આવી છે. તેવામાં મુંબઇમાં પણ ફિલ્મની ટિકિટો રૂ.૧૨૦૦થી રૂ.૧૬૦૦માં વેચવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની રિલિઝ પહેલાં જ થિયેટરો હાઉસફુલ થઇ રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.પાંચ વર્ષ બાદ સલમાન અને કેટરિના એકસાથે રૂપેરી પડદે જોવા મળશે. સલમાન અને કેટરિનાના ફેન્સ તેમની આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના બે સોન્ગ લોન્ચ કરવામાં આવ્યાં છે અને આ બંને સોન્ગને દર્શકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. હવે જોવું રહ્યું કે ફિલ્મના સોન્ગ જેવો પ્રતિસાદ ફિલ્મને મળે છે કે નહી.

Related posts

રણબીરને કામ કરવાની સૌથી વધારે મજા અનુષ્કા સાથે આવે છે

aapnugujarat

સોનાક્ષી સિંહાને દબંગ-૩ ફિલ્મમાં રાખવાનો નિર્ણય

aapnugujarat

સંજય દત્તે કાશીમાં કર્યું પિતાનું પિંડદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1