Aapnu Gujarat
ગુજરાત

પહેલા ચરણમાં પાર્ટીને ૬૦થી વધુ સીટ મળી શકે છે : ભાજપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પરિપૂર્ણ થઇ ચુક્યું છે. ૮૯ બેઠક ઉપર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં મતદાન થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. એક બાજુ ભાજપનું કહેવું છે કે, પ્રથમ તબક્કામાં તે ૬૦થી વધુ સીટો જીતશે. બીજી બાજુ કોંગ્રેસે દાવો કર્યો છે કે, ૪૦થી ૪૫ સીટ તે જીતી શકે છે. જીતના દાવાઓ વચ્ચે બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મૂલ્યાંકન કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે, ભાજપ પ્રથમ તબક્કામાં શાનદાર દેખાવ કરશે પણ એકંદરે પાર્ટીનો દેખાવ જોરદાર રહેશે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની સીટો પાર્ટી જાળવી રાખશે તેવો દાવો કરતા ભાજપે હવે ઉત્તર ગુજરાતમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાસ કરીને બનાસકાંઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં જુલાઈ મહિનામાં પુરના કારણે લોકોની હાલત કફોડ બની ગઈ હતી. ઉત્તર ગુજરાતમાં છ જિલ્લાઓ આવેલા છે અને ૩૨ સીટો છે જેમાં ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણનો સમાવેશ થાય છે. છ જિલ્લાઓમાં ૩૨ સીટ ખુબ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૨માં આ સીટો પૈકી ૧૭ સીટો જીતી લીધી હતી જ્યારે ભાજપે ૧૫ સીટો જીતી હતી. નામ જાહેર નહીં કરવાની શરતે ભાજપના નેતાઓનું કહેવું છે કે, પ્રચાર પ્રમુખોના રીપોર્ટ અને પાર્ટ પ્રમુખ અમિત શાહ દ્વારા પોતે કરવામાં આવેલી ગણતરી મુજબ પાર્ટી શાનદાર દેખાવ કરશે અને નોંધપાત્ર સફળતા મેળવી લેશે. સૌરાષ્ટ્રમાં કેટલીક બાબતો આ વખતે ભાજપ માટે પડકારરુપ હતી. સૌરાષ્ટ્રમાં પાટીદાર મત વિભાજિત થયા છે અને અન્ય સમુદાયના મત મજબૂત થયા છે જેના લીધે પાર્ટીની સ્થિતિ મજબૂત થઇ છે. આવી ગણતરીના આધાર પર ભાજપના લોકોનું કહેવું છે કે, કોઇપણ કિંમતે ૬૦થી ઓછી સીટો થશે નહીં. ઉત્તર ગુજરાતમાં હવે મહત્વપૂર્ણ રહેશે જેમાં ૩૨ સીટો ઉપર મુખ્ય ખેલ ખેલાશે. ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણની ૩૨ સીટો નિર્ણાયક બની શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી ચુક્યા છે કે, પુરની કામગીરી દરમિયાન બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્યો દેખાતા ન હતા. ભાજપે શાનદાર કામગીરી કરી હતી. વહીવટીતંત્રએ પણ એ ગાળામાં શાનદાર કામગીર અદા કરી હતી.

Related posts

રોગચાળો અટકાવવા હવે શહેરમાં બે મહિના બાદ દવા છંટાશે

aapnugujarat

“Very, very good relationship” with Russian Prez Putin : Trump

aapnugujarat

રાજકોટમાં ફર્નિચરના શો રૂમમાં ભીષણ આગ લાગથી નુક્સાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1