Aapnu Gujarat
ગુજરાત

કોંગી ઉમેદવારોની યાદીને લઇ ભરતસિંહ દિલ્હીમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની પ્રથમ યાદી બે દિવસ પહેલાં જાહેર કરી દીધા બાદ હવે બીજા તબક્કાની બેઠકો માટેના ઉમેદવારોની બીજી યાદી તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસના બીજા તબક્કાના ઉમેદવારોની યાદીને લઇ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે તાબડતોબ દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલના નિવાસસ્થાને બેઠકોનો દોર શરૂ થયા છે, જેમાં બીજા તબક્કાના ઉમેદવારોના નામો પર ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુસંધાનમાં કોંગ્રેસે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી ૮૬ ઉમેદવારોની પ્રથમ યાદી બે દિવસ પહેલા જાહેર કરી દીધી છે. જેમાં પાસના ઉમેદવારોના દાવા અને માંગણીને લઇ ત્રણ-ચાર બેઠક પર ટિકિટનો કકળાટ થયો હતો અને ચારથી પાંચ બેઠક પર ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. એ સિવાયની બાકીની બેઠક પર કોઇ મોટો વિવાદ સર્જાયો નથી. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ત્રણ બેઠકો જેડીયુને ફાળવાઇ છે. કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ ગયા બાદ હવે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા બીજા તબક્કાની ૯૩ બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે ૯૩ બેઠકો પર કયા ઉમેદવારોના નામો ફાઇનલ કરવા તેની પર અંતિમ તબક્કાની ચર્ચા વિચારણા દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતા એહમદભાઇ પટેલના નિવાસસ્થાને બેઠકોના દોર ચાલી રહ્યા છે. કોંગ્રેસની બીજી યાદીને લઇ ગુજરાતમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના કેટલાક આગેવાનો પણ દિલ્હી પહોંચ્યા છે, જેમાં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતનો પણ સમાવેશ થાય છે. બીજા તબક્કાની ચૂંટણી માટેની ૯૩ બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રાખવા તેમાં પાટીદારો, અલ્પેશ ઠાકોરના ઓબીસી સમાજ, મહિલાઓ સહિતના કયા જાતિ-વર્ગને પ્રાધાન્યતા આપવું તે વિષય કોંગ્રેસ માટે પડકારરૂપ બન્યો છે. કારણ કે, પહેલી યાદીમાં પાટીદારોની માંગણી મુજબની અપેક્ષા નહી સંતોષાતા ભારે વિવાદ સર્જાયો હતો અને પાટીદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેને લઇ કોંગ્રેસે છેલ્લી ઘડીયે ચારથી પાંચ બેઠકો પર ઉમેદવારોમાં ફેરબદલી કરવામાં આવી હતી. કોંગ્રેસે તેના ઉમેદવારોની પહેલી યાદી ભાજપે તેની ત્રણ યાદી બહાર પાડી દીધી એ પછી જાહેર કરી એ જ પ્રકારે બીજા તબક્કામાં પણ કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે, તેના આગલા દિવસોમાં જ બીજી યાદી જાહેર કરાય તેવી શકયતા સેવાઇ રહી છે. બીજી યાદીના નામોને લઇને પણ હાલ તો કોંગ્રેસમાં ભારે ઉત્સુકતા અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

કોંગ્રેસ છોડીને જે સભ્યો ગયા તે સત્તા લાલચુ : અહેમદ પટેલ

aapnugujarat

૫ હજાર માટે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાતા ખળભળાટ

aapnugujarat

હાલોલમાં કોંગ્રેસ દ્વારા રસ્તાઓની મરામત કરાવવા આવેદનપત્ર સોંપાયું

editor

Leave a Comment

UA-96247877-1