Aapnu Gujarat
ગુજરાત

એક ડઝન બેઠકો પર રોષને પગલે ભાજપ સ્તબ્ધ

રાજય વિધાનસભાની ત્રીજી યાદી આજે ભાજપ દ્વારા જારી કરી દેવામા આવી છે બીજી તરફ આ વખતે પહેલી વખત રાજયમાં એક ડઝન બેઠકો પર ટીકીટ વહેંચણીને લઈને જે પ્રકારે કચ્છના ગાંધીધામથી લઈને અમદાવાદની નિકોલ અને નરોડા સુધી નેતાઓ અને કાર્યકરોમા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ રોષને ઠારવા સ્થાનિક નેતાગીરીને પક્ષના મોવડીમંડળ દ્વારા આદેશ જારી કરવામા આવ્યા છે.રાજયમા ૨૨ વર્ષમા પહેલી વખત આટલા વ્યાપક પ્રમાણમા બહાર આવેલા રોષને જોઈ ભાજપ મોવડીમંડળ પણ સ્તબધ થઈ ગયુ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજયમાં સૌથી મોટા એવા કચ્છ જિલ્લામા ગાંધીધામમા સીટીંગ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના સ્થાને માલતીબહેનને ટીકીટ આપવામા આવતા રમેશ મહેશ્વરીએ પોતાના સમર્થક એવા ૨૩ કોર્પોરેટર અને ત્રણ તાલુકા પંચાયતના સભ્યો સાથે રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે.આ ઉપરાંત પ્રાંતિજમા પણ ઉમેદવારને લઈને અસંતોષ વ્યકત કરવા આજે કમલમ ખાતે કાર્યકરો મોટી સંખ્યામા કાર્યકરો ઉમટી પડયા હતા.દક્ષિણ ગુજરાતમાં સુરત પૂર્વ બેઠક ઉપર અરવિંદ રાણાને ટીકીટ આપવામા આવતા સુરત ભાજપ હોદ્દેદારોમા ગણગણાટ શરૂ થઈ ગયો છે.અમદાવાદ જિલ્લાની ધાંગધ્રા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા આઈ કે જાડેજાને મોવડીમંડળ દ્વારા ટીકીટ આપવામા ન આવતા હવે ખુલ્લો વિરોધ શરૂ થવા પામ્યો છે.પાટણ લોકસભા સીટના સાંસદ લીલાધર વાઘેલાએ પણ પોતાના દિકરાને ડીસા બેઠક માટે ટીકીટ ન મળે તો પોતાનુ રાજીનામુ આપી દેવાની ચિમકી ઉચ્ચારી છે એટલુ જ નહીં લીલાધર વાધેલાએ આ મામલે દિલ્હી સુધી રજુઆત કરી છે.ઉત્તર ગુજરાતમાં વીસનગર બેઠક કે જે પાટીદારોનુ એપી સેન્ટર ગણાય છે આ બેઠક પર ઋષીકેશ પટેલને રીપીટ ન કરાય એવી દહેશત વચ્ચે વિરોધ શરૂ કરવામા આવ્યો છે.વઢવાણ બેઠક પર વર્ષા દોશીને ટીકીટ ન મળતા વઢવાણમાં રોષ ભભૂકયો છે.પૂર્વ કૃષિમંત્રી રણજીતસિંહ ઝાલાએ ટીકીટ સોદા અંગે કરેલા આક્ષેપને લઈને હડકંપ મચી જવા પામ્યો છે.ભાવનગરમા પણ નાનુભાઈ ડાખરાએ સંખ્યાબંધ હોદ્દેદારો સાથે રાજીનામા આપી દીધા છે.ગીર સોમનાથમાં કોડીનાર બેઠક પર વર્તમાન ધારાસભ્યને કાપી નાંખવામા આવતા જેઠાભાઈ સોલંકીએ ભાજપને પડકાર ફેંકયો છે.આ ઉપરાંત અમદાવાદની નિકોલ બેઠક ઉપર જગદીશ પંચાલનો વિરોધ થઈ રહ્યો છે આ જ સ્થિતી નરોડામા પણ ઉમેદવારની પસંદગીને લઈને જોવા મળી રહી છે.

Related posts

૧૪૪ના જાહેરનામાને લઇ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

aapnugujarat

દેઉસણામાં પત્નીએ પતિની હત્યા કરતાં સનસનાટી

aapnugujarat

जीवन बीमा के नाम पर पैसे वसूलती गैंग गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1