Aapnu Gujarat
મનોરંજન

દબંગ-૩માં સની લિયોન ભૂમિકા કરશે : અરબાઝ

અભિનેતા અરબાઝ ખાન પોતાની આવનારી ફિલ્મ તેરા ઇન્તઝારને લઇને વ્યસ્ત બનેલા છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડનાર છે. સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો છે. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ લેવામાં આવી શકે છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગ આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૦માં દબંગ ફિલ્મમાં મલઇકા અરોરાએ મુન્ની બદનામ હુઈ આઈટમ સોંગ કરીને સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. ૨૪મી નવેમ્બરના દિવસે તેરા ઇન્તજાર નામની ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનું નિર્દેશન રાજીવ વાલિયા દ્વારા કરવામાં આવ્યું છે. રાજીવ વાલિયાની આ ફિલ્મમાં અરબાઝ અને સની લિયોનની સાથે સાથે સલીલ અંકોલા, સુધા ચંદ્રન, આર્ય બબ્બર જેવા કલાકારો કામ કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને લઇને ખુબ જ આશા દેખાઈ રહી છે. દબંગ-૩ ફિલ્મ સની લિયોનની કેરિયર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. મળેલી માહિતી મુજબ સની લિયોનને દબંગ-૩માં લેવાશે કે કેમ તે અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. દબંગ-૩ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે ૨૦૧૮થી શરૂ થશે.

Related posts

Remo D’Souza expresses graitude over Salman Khan for help during his hospitalization

editor

सन्नी देओल कोरोना पॉजिटिव

editor

नवाजुद्दीन, प्राची ने कार्बन के लिए नहीं ली फीस : जैकी भगनानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1