Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન

વડોદરા શહેર/જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની તા.૧૪/૧૨/૧૭ના રોજ યોજાનાર ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લાની સ્વીપ ટીમ દ્વારા વ્યાપક મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે શહેરની ન્યુ એરા હાઇસ્કૂલ ખાતે એક્સપેન્ડીચર મોનિટરીંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાઘેલાએ શાળાના વિદ્યાર્થીઓને પોતાના પરિવાર, સગાસબંધી તેમજ આસપાસના લોકોને આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન કરે તે માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.  સ્વીપના નોડલ અધિકારી ડૉ. સુધીર જોષીએ લોકશાહીના મહાઉત્સવ એવી ચૂંટણીઓમાં મતદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવ્યા હતા. મતદાર જાગૃતિ અભિયાન હેઠળ ગઇકાલે શહેરની ઓક્ઝિલિયમ કોન્વેટ શાળા ખાતે તેમજ સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓએ નાટક, સ્કીટ,  દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. તો શહેરની પરિવાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બધા જ કરો મતદાન, વૃધ્ધ હોય કે જવાન, મત આપો અને અપાવોનો સંદેશો આપતાં બેનર્સ પ્રદર્શિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર/જિલ્લામાં આગામી ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન પુરૂ જોશમાં ચાલી રહ્યું છે.

Related posts

ઉત્તરાયણ પર્વ : રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો આરંભ

aapnugujarat

મા નર્મદા મહોત્સવ યાત્રાનું સમાપન તથા સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ઐતિહાસિક ક્ષણનો કાર્યક્રમ યોજાશે

aapnugujarat

वडोदरा में युवती पर एसिड अटैक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1