Aapnu Gujarat
ગુજરાત

મતદાન જાગૃતિ માટે સંકલ્પ પત્ર ભરાવવાની પ્રક્રિયા થશે

આગામી માસમાં રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બાળકો પાસે મતદારોને જાગૃત કરવા માટે મતદાન કરવા અંગેના સંકલ્પપત્ર વાલીઓના ભરાવવાથી લઈને સ્કાઉટબેન્ડ દ્વારા રેલી કાઢીને પણ મતદારોને જાગૃત કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલી મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શાળાઓમાં આજે ધોરણ-૧થી ૫ના બાળકો માટે ચાલો મતદાન કરીએ,મતાધિકાર-મજબૂત લોકશાહીનો પાયો અને મતદાન મથકની મુલાકાત એમ કુલ ત્રણ વિષયો ઉપર રંગોળી સ્પર્ધા અને ચિત્ર હરિફાઈનું આયોજન કરવામા આવ્યું હતુ.આ સાથે જ સ્કાઉટ બેન્ડ રેલીનું શહેરમાં ઝોન મુજબ આયોજન કરવામા આવ્યું છે.આ રેલી ૧૦મીના રોજ ઉત્તરઝોનમાં સરસપુર ખાતે, ૧૧મીના રોજ કાંકરીયા ખાતે દક્ષિણઝોનમાં, પૂર્વ ઝોનમાં ૧૩મીના રોજ અંબિકાનગર ખાતે, ૧૫મીના રોજ પશ્ચિમઝોનમાં વાડજ ખાતે, ૧૬મીએ મધ્યઝોનમા અસારવા ખાતે,૧૭મીના રોજ બાપુનગર ખાતે,અને ૧૮મીના રોજ વટવા ખાતે રેલીનું આયોજન કરવામા આવ્યુ છે.આ ઉપરાંત સ્કૂલબોર્ડની વિવિધ શાળાઓના બાળકો તેમના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પપત્ર ભરાવશે.આ ઉપરાંત ૧૪ નવેંબરના રોજ શહેરના વલ્લભસદન આશ્રમરોડ ખાતેથી બાઈક,એકિટવા અને સ્કૂટરરેલી મતદાર જાગૃતિ માટે પ્લેકાર્ડ,બેનરો અને પત્રિકા સાથે કાઢવામા આવશે.આ રેલીમા માત્ર બહેનો જ ભાગ લેશે.૨૧મીના રોજ મેમ્કો ચાર રસ્તાથી આ પ્રકારે બીજી રેલીનુ આયોજન કરવામા આવશે.જયારે ૨૮મીના રોજ એમ.જે.લાયબ્રેરીથી નહેરૂબ્રિજ સુધી માનવસાંકળ રચીને મતદારોને મતદાન કરવા જાગૃત કરવામા આવશે.

Related posts

सीट वाइज लाइव वेब कास्टिंग करने के लिए तैयारी

aapnugujarat

એક સભ્યના વિરોધને કારણે સોસાયટીનું રિડેવલપમેન્ટ ના અટકી શકે : GUJARAT HIGH COURT

aapnugujarat

ગુજરાતમાં સત્તા બચાવવા મોદી સંકટમોચક બની ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1