Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીએ મતદારોનો સર્વે કરવા ગુજરાતમાં ટીમો ઊતારી

ગુજરાતનાં પ્રવાસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર આવી રહ્યાં છે. તો બીજી બાજુ તેમના અંગત મનાતા એવા કેટલાક આગેવાનોની ટીમો પર ગુજરાતમાં સર્વે માટે ઉતરી પડી છે. જે લોકોનો સીધો સંપર્ક કરી માહિતી મેળવી રહી છે. બંને પછી તેનો અહેવાલ રાહુલ ગાંધીને સુપ્રત કરનાર છે.વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ પોતાની જ સરકાર આવસે તેવો પ્રચાર શરૂ કરીદીધો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. સોશિયલ મીડિઆ પર પણ મતદાર જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના મેસેજ વિડિયો ફરતા કરી દીધા છે.રાહુલ ગાંધીએ ગુજરાતમાં મતદારોનો સર્વે કરવા ચૂંટણીમાં બહુમતી મળશે કે કેમ, કોંગ્રેસના કેવા ઉમેદવાર હોવા જોઇએ વિગેરે બાબતો અંગે સર્વે કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.વડોદરામાં છ મહિના અગાઉ એક ટીમ આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટી, સોસાયટીના રહિશો ઉપરાંત ઉદ્યોગપતિઓ વેપારી વર્ગ વિગેરેને મળીને માહિતી મેળવાઈ હતી.તાજેતરમાં ફરી એકવાર અલગ અલગ પાંચ ટીમ વડોદરામાં આવી હતી. જેઓ કોંગ્રેસના કોઇ આગેવાનનો સંપર્ક કરતા નથી. પરંતુ વિસ્તાર પ્રમાણ લોકોનો સીધો સંપર્ક કરી જાણકારી મેળવી રહ્યાં છે અને આ માહિતીનો રિપોર્ટ રાહુલ ગાંધીને આપનાર છે.

Related posts

સેટેલાઈટ ગેંગેરપ કેસ : પીડિતાનું કલમ ૧૬૪ મુજબનું નિવેદન નોંધાયું

aapnugujarat

આજે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

aapnugujarat

ખરાબ રસ્તાઓના મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પણ પોસ્ટર વોર શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1