Aapnu Gujarat
રમતગમત

હવે ટ્‌વેન્ટી ક્રિકેટમાં ડેવિડ મિલરની સૌથી ઝડપી સદી

દક્ષિણ આફ્રિકાના આક્રમક બેટ્‌સમેન ડેવિડ મિલરે આજે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને ટ્‌વેન્ટી ક્રિકેટમાં નવો રેકોર્ડ સર્જ્યો હતો. સિરિઝની બીજી ટ્‌વેન્ટી મેચમાં બાંગ્લાદેશ સામે મિલરે આ સિદ્ધિ હાસલ કરી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ આફ્રિકાના નામ ઉપર જ રહ્યો છે. અગાઉ રિચર્ડ લેવીએ ન્યુઝીલેન્ડ સામે ૪૫ બોલમાં સદી ફટકારી હતી. બીજા નંબર ઉપર પણ આફ્રિકાનો ડુપ્લેસીસ છે જે વિન્ડિઝ સામે ૪૬ બોલમાં સદી ફટકારી ચુક્યો છે. ૨૦મી ઓવરના ચોથા બોલ ઉપર રુબેલ હસનના બોલ ઉપર બે રન લઇને આ સિદ્ધિ હાસલ કરી હતી. મિલરે ખાતુ ખોલ્યું ન હતું ત્યારે રુબેલના બોલ ઉપર જીવનદાન મળ્યું હતું એ વખતે મુશફકીરે કેચ છોડી દીધો હતો. મિલરે નિરાશાજનક શરૂઆત કરી હતી ત્યારબાદ ઝંઝાવતી બેટિંગ કરી હતી. ૧૮મી ઓવરની શરૂઆત સુધી અડધી સદી પણ તેની થઇ ન હતી પરંતુ ૧૯મી ઓવરમાં સ્ટ્રાઇક ઉપર આવ્યા બાદ મેચમાં પાસુ બદલી નાંખ્યું હતું. મિલરે સેફુદ્દીનના એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ટ્‌વેન્ટી ક્રિકેટમાં આ ત્રીજી સૌથી ઝડપી સદી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં ક્રિસ ગેઇલે ૩૦ બોલમાં સ્થાનિક ક્રિકેટમાં આરસીબી અને પુણે વોરિયર વચ્ચેની મેચમાં સદી ફટકારી હતી જ્યારે એન્ડ્રુ સાયમંડે ૩૪ બોલમાં સ્થાનિક ક્રિકેટમાં ઝડપી સદી ફટકારી હતી. મેચ બાદ મિલરે કહ્યું હતું કે, તેને પણ આ રેકોર્ડની માહિતી ન હતી. ડેવિડ મિલરની ટ્‌વેન્ટી ક્રિકેટમાં આ પ્રથમ સદી હતી. સેફુદ્દીને ત્રણ ઓવરમાં ૨૨ રન આપીને બે વિકેટ લીધી હતી પરંતુ મિલરે એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારી દીધા હતા.

Related posts

NZ v PAK : दूसरे टेस्ट से बाबर आजम हुए बाहर

editor

सिनसिनाटी मास्टर्स में उलटफेर का शिकार हुए फेडरर

aapnugujarat

वर्ल्ड चैम्पियनशिप टेस्ट क्रिकेट के लिए बहुत अच्छा है : स्टीव वॉ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1