Aapnu Gujarat
ગુજરાત

૧૬ ઓકટોબરથી રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઇ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ થશે

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ર૦૧૭-૧૮ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરાની ખરીદી આગામી તા.૧૬-૧૦-ર૦૧૭ થી તા.૩૦-૧ર-ર૦૧૭ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના પ૯ જેટલા ખરીદ કેન્દ્રો/ ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂા. ૧પપ૦/- પ્રતિ કિવન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂા. ૧પ૯૦/- પ્રતિ કિવન્ટલ મકાઇ અને બાજરા માટે રૂા. ૧૪રપ/- પ્રતિ કિવન્ટલ નિયત કરાયો છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી http://pds.gujarat.gov.in ઉપર કરાવવા નિગમની જિલ્લા કેચરી-નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રનો સંપર્ક કરી શકશે, એમ ગુજરાત રાજ્ય પૂરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

Related posts

સરકારી નોકરીની લાલચે ૨૫ હજાર યુવકો સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઇ

aapnugujarat

सूरत में युवती से दुष्‍कर्म के बाद हत्‍या का प्रयास

editor

કડીમાં ડીવાયએસપી મંજીતા વણઝારાની જીપ પર હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1