Aapnu Gujarat
રમતગમત

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાંચીમાં પ્રથમ ટ્‌વેન્ટી-૨૦ જંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઇ પ્રોફાઇલ અને હાઇ વોલ્ટેજ ટ્‌વેન્ટી -૨૦ શ્રેણીની રોમાંચક શરૂઆત થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણી ૪-૧થી જીત લીધા બાદ ભારતીય ટીમના ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને પહોંચી ગયો છે. ટ્‌વેન્ટી શ્રેણીમાં પણ આવો જ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સજ્જ દેખાઇ રહી છે. જો કે આ મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. મેચ પહેલા રાંચીમાં ભારે વરસાદના કારણે બન્ને ટીમોને વધારે પ્રેકટીસ કરવાની તક મળી ન હતી. ભારતીય ટીમને પ્રેકટીસ સેશન રદ કરીને ટીમ હોટેલમાં જ રહેવાની ફરજ પડી હતી. ભારતીય ટીમના ખેલાડીઓ બેચમાં રાંચી પહોંચ્યા હતા. કોહલી અને અન્યો પ્રેકટીસ કરવા માટે ઉત્સુક હતા પરંતુ વરસાદના કારણે ઇચ્છા પૂર્ણ થઇ ન હતી. જેએસસીએ મેદાન ખાતે આ મેચ રમાનાર છે. આયોજકો દ્વારા મેચની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચને લઇને આયોજકો આશાવાદી બનેલા છે. તમામ સ્ટાર ખેલાડી પર ચાહકોની નજર રહેશે. જેમાં ડેવિડ વોર્નર , સ્ટીવ સ્મીથ, ભારત તરફથી રોહિત શર્મા, વિરાચ કોહલી, પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયા ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણી ઉપર ૪-૧થી કબજો જમાવી લીધો હતો.મેન ઓફ દ મેચ તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. રોહિતે ઓસ્ટ્રેલિયાનો બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારીને ૧૦૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૨૫ રન બનાવ્યા હતા. આ ઉપરાંત રહાણેએ ૬૧ રન ફટકાર્યા હતા. ભારત તરફથી તમામ ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. કોહલી ૩૯ રન કરીને આઉટ થયો હતો. જીતવા માટેના જરૂરી ૨૪૩ રન ભારતે ૪૨.૫ ઓવરમાં બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ અગાઉ નવ વિકેટે ૨૪૨ રન કર્યા હતાપડતા રન થયા ન હતા. અન્યો ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમમાં કોઇ વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. વનડે ટીમમાં રમનાર ખેલાડીઓને જ મોટાભાગે જાળવી રાખવામાં આવ્યા છે. ટીમમાં આશ્ચર્યજનકરીતે આશિષ નહેરાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત દિનેશ કાર્તિકની એન્ટ્રી પણ ચર્ચા ઉપજાવે તેવી છે. મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ જેવા ઉભરતા ખેલાડીઓ કેવો દેખાવ કરે છે તેના ઉપર તમામની નજર રહેશે. લોકેશ રાહુલ સામે પણ ઓપનિંગ બેટ્‌સમેન તરીકેની મોટી ભૂમિકા રહેશે. વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રોહિત શર્મા નજરે પડનાર છે.
રોહિતે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કર્યો હતો અને ભારતને વનડે શ્રેણી ૪-૧થી જીતી જવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. બંને દેશો વચ્ચે ટ્‌વેન્ટી ક્રિકેટમાં કોઇનું પણ પ્રભુત્વ રહ્યું નથી. બંને ટીમોનો દેખાવ સારો રહ્યો છે. અલબત્ત ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાની સરખામણીમાં હવે નબળી પડી છે. મેચ વિનર ખેલાડીઓ રહ્યા નથી. આવી સ્થિતિમાં સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર અને મેક્સવેલ ઉપર તમામ ચાહકોની નજર રહેશે. ફિન્ચ પણ વનડે અને ટ્‌વેન્ટી ક્રિકેટનો ધરખમ બેટ્‌સમેન છે.

Related posts

महेंद्र सिंह धोनी ने किया विराट टीम का बचाव

aapnugujarat

આજે રાજસ્થાન-કોલકાતા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે ધોની

editor

Leave a Comment

UA-96247877-1