Aapnu Gujarat
મનોરંજન

ડિમ્પલ અને સની દેઓલ એક સાથે કેમેરામાં કેદ

વિદેશમાં એકાંતના પળ માણતા બોલીવુડના કલાકારો વારંવાર ઝડપાઈ જાય છે. થોડાક દિવસ પહેલા જ રણબીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ઝડપાઈ ગયા હતા. હવે સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા પણ આ રીતે ઝડપાઈ ગયા છે. ગયા સપ્તાહમાં રણબીર કપૂર અને માહિરા ખાન ન્યુયોર્ક શહેરના ક્વાલિટી ટાઇમ સાથે ગાળતા નજરે પડ્યા હતા. હવે એવું જાણવા મળ્યું છે કે, સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા પણ એક સાથે ઝડપાયા છે. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા એક બીજાની કંપનીમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને આ બંને બીજી જગ્યાએ જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ ગાળામાં બંને વાતચીત કરતા નજરે પડ્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે, બોલીવુડના કલાકારો પાછળ વિદેશી મિડિયાના લોકો સતત લાગેલા રહે છે અને તેમના ફોટાઓ અને વિડિયો તરત જ અપલોડ કરી દે છે. હાલમાં જ માહિરા ખાન અને રણબીર કપૂર એક સાથે દેખાયા બાદ તેમના સંબંધોની ચર્ચા મોટાપાયે જોવા મળી હતી. રણબીર અને માહિરા વચ્ચેના પ્રેમ સંબંધોને લઇને બંને તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી પરંતુ રણબીરના પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા રિષી કપૂરે કહ્યું છે કે, કોઇપણ કલાકારની અંગત લાઇફમાં દરમિયાનગીરી કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. આ રીતે ફોટા પાડવાની બાબત ખોટી છે. પર્સનલ લાઇફ જીવવાનો દરેકને હક છે.

Related posts

હવે મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં કંગના મોટા રોલમાં દેખાશે

aapnugujarat

ન્યુડ સીન ખચકાટ થાય છે : સ્કારલેટ

aapnugujarat

मैंने हमेशा पुरुष व महिला कलाकारों को समान भुगतान किया : करण जौहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1