Aapnu Gujarat
મનોરંજન

સ્વરા ભાસ્કર કુશળ અભિનેત્રી : સોનમ કપુર

સોનમ કપુર માને છે કે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં તેની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર ખુબ કુશળ સ્ટાર તરીકે છે. તેનુ કહેવુ છે કે તે જેટલી કુશળ અભિનેત્રી છે તે મુજબ તેને સફળતા મળી નથી. સ્વરા ભાસ્કર અભિનિત અનારકલી ઓફ આરા ફિલ્મના એડિટેડ કરવામાં આવેલા સીન અંગે પુછવામાં આવતા સોનમ કપુરે કહ્યુ છે કે તે આ ફિલ્મ ખુબ શાનદાર ફિલ્મ હતી. ફિલ્મમાં સ્વરા ભાસ્કરે યાદગાર ભૂમિકા અદા કરી હતી. અનારકલી ઓફ આરા ફિલ્મના લીક કરવામાં આવેલા સેક્સી સીન અંગે પુછવામાં આવતા સોનમ કપુરે કહ્યુ છે કે તે ફિલ્મ નિહાળી ચુકી છે. સોનમ કપુરે કહ્યુ છે કે ગયા વર્ષે તેની નીલ બટ્ટે સન્નાટા ફિલ્મ આવી હતી. આ ફિલમમાં પણ તેની એક્ટિંગ ખુબ શાનદાર રહી હતી. સોનમ કપુરે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે કોઇ પણ પ્રકારના સેન્સરશીપમાં માનતી નથી. તેનુ કહેવુ છે કે જ્યારે કોઇ ચીજની પસંદગી અંગત રીતે કરવામાં આવે છે ત્યારે સંબંધિત વ્યક્તિ પર જવાબદારી સોંપી દેવી જોઇએ. પ્રેમ રતન ધન પાયો જેવી સુરજ બડજાતિયાની મોટી ફિલ્મમાં તે બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનની સાથે તેની બહેનના રોલમાં નજરે પડી હતી.સ્વરા ભાસ્કર સાથે સોનમ કપુરની મિત્રતા પહેલાથી જ રહી છે. તેમની મિત્રતાને ધ્યાનમાં લઇને જ સુરજ બડજાતિયાએ તેમની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં આ બન્ને અભિનેત્રીને એક સાથે ફિલ્મમાં લીધી હતી. સ્વરા ભાસ્કર દરેક પ્રકારની એક્ટિંગ કુશળતાને લઇને પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે તે આવનાર સમયમાં પણ બોલિવુડમાં કેટલીક મોટી ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. સ્વરા કેટલાક પ્રોજેક્ટોને લઇને હાલમાં વ્યસ્ત છે. સોનમ પાસે પણ કેટલીક સારી ફિલ્મ છે.

Related posts

દિશાના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયનથી વધારે ચાહક

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

વાણી કપુર પાસે ફિલ્મ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1