Aapnu Gujarat
ગુજરાત

ઉચ્ચ અધિકારીઓને બચાવવા નાના અધિકારીઓને સજા થઇ : ઈજનેરોના સસ્પેન્શન મામલે વિપક્ષના કડક તેવર

અમદાવાદ શહેરમા આ વર્ષે તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે ગતરાત્રીના એક ડેપ્યુટી સીટી ઈજનેર સહિત કુલ સાત ઈજનેરોને સસ્પેન્ડ કરવાના લેવામા આવેલા નિર્ણયને પગલે વિપક્ષ દ્વારા કડક તેવર સાથે કહેવાયુ છે કે,ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે થઈને નાના અધિકારીઓનો ભોગ લેવામા આવ્યો છે.અમદાવાદ શહેરમા છેલ્લા ૧૦ વર્ષથી બિટયુમીનના બોગસ બીલો બનાવીને કૌભાંડ આચરવામા આવ્યુ છે તેવા સમયે તંત્રના અધિકારીઓ દ્વારા કરવામા આવેલા કૌભાંડના મુકસાક્ષી બનેલા મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને રાજીનામા આપવા જોઈએ.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ૪૧ ઈંચથી પણ વધુ વરસાદને પગલે શહેરના મુખ્ય તેમજ આંતરીક રસ્તા મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તા તુટી જવા પામ્યા છે આ પરિસ્થિતિમા હાઈકોર્ટ દ્વારા અપનાવવામા આવેલા કડક વલણ બાદ ગતરાત્રીના મ્યુનિ.ના એક ડેપ્યુટી સીટી ઈજનેર અને છ જેટલા આસીસ્ટન્ટ સીટી ઈજનેરોને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણયકરવામા આવ્યો હતો.આજે આ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે કડક તેવર અપનાવી અમદાવાદ શહેરમા દરેકઝોનમાં છેલ્લા ૧૦ વર્ષથી બિટયુમીનના બોગસબીલો મુકી કરોડો રૂપિયાનુ કૌભાંડ આચરવામા આવી રહ્યુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.દિનેશશર્માએ તંત્ર અને ચૂંટાયેલી પાંખ મળીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.આ સાથે શહેરમાં રોડના કામો અને પેચવર્કના કામો કરતા ૯૦ ટકા કોન્ટ્રાકટરો દ્વારા બોગસબીલો મુકી ૧૦૦ કરોડનુ કૌભાંડ આચરવામા આવ્યુ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની નીચે રેલો આવતા શાસકપક્ષ દ્વારા આ આખીય તપાસને માત્ર એક ઝોન પુરતી સીમીત બનાવી દઈ ચૂંટણીફંડ આપતા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવાને બદલે બચાવવાનો કારસો રચવામા આવ્યો છે તે નીંદનીય છે.આ સમગ્ર પ્રકરણમાં તંત્રના ખુલ્લા ભ્રષ્ટાચારને રોકવામા નિષ્ફળ ગયેલા શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રાજીનામા આપવા જોઈએ એ પ્રકારની વિપક્ષ દ્વારા માગણી કરવામા આવી છે.

Related posts

જ્યોતિષ પંડિત જયકુમારજી શર્મા દ્વારા અર્થ ગ્રહો અનુસાર મહામારીનું વર્ણન

editor

કોંગી માટે નર્મદા કમાણીનું સાધન પણ ભાજપ માટે સેવાનું સાધન છે

aapnugujarat

વાયબ્રન્ટ વેળા શંકાસ્પદ રીતે ઘૂસેલા આકીબની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1