Aapnu Gujarat
ગુજરાત

રોડ કમિટી બેઠકમાં ૧૧૮.૪૭ કરોડના ૧૫ કામો મંજુર કરાયા

અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરના કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ પરિસ્થિતિમા આજે મળેલી રોડ કમિટીની બેઠકમા તુટેલા રસ્તાઓને રીસરફેસ કરવા માટે કુલ રૂપિયા ૧૧૮.૪૭ કરોડના ૧૫ કામોને મંજુરી આપવામા આવી છે.આ કામોમાં બ્લેકલિસ્ટ કરવામા આવેલા ત્રણ કોન્ટ્રાકટરોના કામોનો પણ સમાવેશ થાય છે.આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રોડ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તુટેલા રસ્તાઓ દિવાળીના તહેવારો અગાઉ રીસરફેસ કરવા મામલે સભ્યો દ્વારા ઉગ્ર રજુઆત કરવામા આવી હતી.ખાસ કરીને જ્યારે આવનારા સમયમા રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે આ પરિસ્થિતિમા જો શહેરના તુટેલા રસ્તાઓ જો તાકીદે રીસરફેસ કરવામા નહી આવે તો લોકો સામે જવુ ભારે પડશે એવી લાગણી પણ સભ્યો દ્વારા વ્યકત કરવામા આવી હતી.બીજી તરફ અગાઉ શહેરના ત્રણ જેટલા રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો આ ત્રણ કોન્ટ્રાકટર પાસેથી લઈ લેવામા આવેલા કામો સહિત કુલ રૂપિયા ૧૧૮.૪૭ કરોડના નવા ટેન્ડરોને આજે કમિટી દ્વારા મંજુરી આપવામા આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ જયાં ૨૦ થી ૨૫ ટકા નીચે ટેન્ડર આપવામા આવતા હતા એની સામે આજે જે શોર્ટ ટેન્ડર નોટિસથી કામો મંજુર કરવામા આવ્યા છે તેમાં પ્રથમ વખત ૧૭ થી ૨૧ ટકા ઉંચા ભાવથી ટેન્ડરો આપવામા આવ્યા છે.

Related posts

કેન્દ્રિય ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી અગ્રવાલનું નર્મદા જિલ્લામાં આગમન

aapnugujarat

भगवान की आज नेत्रोत्सव विधि : संतो के लिए भंडारा

aapnugujarat

એએપી આજે ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગૂ ફુંકવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1