Aapnu Gujarat
ગુજરાત

ગૃહમંત્રીપ્રદીપસિંહ જાડેજાએ પોતે સલામતી વ્યવસ્થાની કરેલી ખાતરી

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શહેરની મુલાકાતને લઇ સમગ્ર શહેરમાં અભૂતપૂર્વ લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો છે. બંને મહાનુભાવોના આગમનને લઇ શહેર આખું જાણે સુરક્ષાના અભેદ્ય લોખંડી કવચ વચ્ચે સુરક્ષિત કરી દેવાયું છે. બંને મહાનુભાવોના ગાંધી આશ્રમ, રેલ્વે ગ્રાઉન્ડ, અમદાવાદ એરપોર્ટ, વસ્ત્રાપુર હોટલ હયાત સહિતના સ્થળોએ મળી આશરે છ હજારથી વધુ સુરક્ષા જવાનો ખડેપગે તૈનાત કરી દેવાયા છે. એસપીજીની ટીમોએ પણ શહેરનું નીરીક્ષણ હાથ ધર્યું હતું. બીજીબાજુ, ખુદ રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડ, ગાંધીનગર મહાત્મા મંદિર સહિતના સ્થળોએ આજે સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બંને મહાનુભાવોની સુરક્ષાના ભાગરૂપે ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા એકેએક ગતિવિધિ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખશે. શહેર પોલીસતંત્ર દ્વારા સુરક્ષાની વોચ માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી છે. શહેર પોલીસ તંત્રના જવાનો સહિતની સુરક્ષા એજન્સીઓના જવાનોને બંને મહાનુભાવોની મુલાકાતના સ્થળો અને રૂટના માર્ગો પર સલામતીના ભાગરૂપે તૈનાત કરી દેવાયા છે. જેમાં અમદાવાદ એરપોર્ટ અને ગાંધીઆશ્રમ સુધીના રોડ શોને લઇ ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. આ સિવાય શહેર ક્રાઇમબ્રાંચ, એસઓજી અને અન્ય સ્કવોડના અધિકારીઓ અને જવાનો પણ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રૂટમાં તૈનાત રહેશે. ગાંધીઆશ્રમમાં ડીસીપી કક્ષાના અધિકારીને બંદોબસ્તની જવાબદારી સોંપાઇ છે. જયારે રોડ અને ધાબા પરની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને સુપ્રત કરાઇ છે. તો, સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડ ખાતે ત્રણ એન્ટ્રી ગેટ બનાવાયા છે. મોદી અને જાપાનના વડાપ્રધાનના કાફલા માટે અલગ-અલગ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. સભાસ્થળથી અડધો કિલોમીટર દૂર વાહન પાર્કિંગ આપવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ૩૦૦થી વધુ, ગાંધીઆશ્રમ ખાતે ૬૦૦થી વધુ, વસ્ત્રાપુર હયાત હોટલ ખાતે ૪૦૦થી વધુ, સીદી સૈય્યદની જાળી અને હોટલ અગાશી ખાતે ૬૦૦થી વધુ, સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડ ખાતે ૬૦૦થી વધુ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૧૮૦૦થી વધુ મળી કુલ છ હજારથી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થા અને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરની હોટલ હયાતમાં રોકાનાર હોઇ  સમગ્ર હોટલને કોર્ડન કરી દેવાશે. ડીસીપી કક્ષાના અધિકારીથી લઇ પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ સમગ્ર હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં સતત ચાંપતી નજર રાખશે.

Related posts

દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે હાઈટાઇડની ચેતવણી

aapnugujarat

બહુચરાજીના સાત ગામોને મળશે માળખાકીય સુવિધાઓ

aapnugujarat

मनरेगा योजना में बड़ा घोटाला, डेटा के साथ छेड़खानी कर बिल कराया पास

editor

Leave a Comment

UA-96247877-1