Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુડિયા રેપ કેસ : સીબીઆઈએ આઈજી સહિત ૮ પોલીસકર્મીઓની કરી ધરપકડ

હિમાચલ પ્રદેશના હોટખાઈની ગુડિયા ગેંગરેપ કેસમાં સીબીઆઈએ મંગળવારે આઈજી અને ડીએસપી સહિત ૮ પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ આ તમામ પોલીસકર્મીઓને એક આરોપીની પોલીસ કસ્ટડીમાં મોતના મામલામાં ધરપકડ કરી છે.એવું પણ માનવામાં આવે છે કે ધરપકડ કરાયેલા પોલીસ અધિકારીઓ પર અસલી આરોપીને બચાવવાનો આરોપ છે.
ગુડિયા મામલામાં સરકારે એસઆઈટીની રચના કરી હતી. જેની કમાન આઈજી જહૂર જૈદીને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત એસઆઈટીમાં ભજન દેવ નેગી, ડીએસપી રતન સિંહ નેગી, ડીએસપી મનોજ જોશી, એસઆઈ ધર્મસેન નેગી, એએસઆઈ રાજીવ કુમાર, કોટખાઈ પોલીસ સ્ટેશનના પૂર્વ એસએચઓ રાજેન્દ્ર સિંહ અને એસઆઈ દીપચંદ સામેલ હતા. આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં સ્થાનિક લોકોએ પણ ઉગ્ર પ્રદર્શન કર્યા હતા.
એસઆઈટીએ તે સમયે આ મામલાની તપાસ કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ડીજીપી પોલીસ સોમેશ ગોયલ તથા એસઆઈટી પ્રમુખે શિમલામાં પ્રેસ કોન્ફરન્સમાં આ મામલાનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ એસઆઈટીની તપાસમાં અનેક એવા એન્ગલ હતા જે ઉકલ્યા નહોતા. આ દરમિયાન જ કોટખાઈ પોલીસ સ્ટેશનમાં મામલાના એક આરોપનું કસ્ટડીમાં મોત થયું હતું. મામલામાં સીબીઆઈની તપાસની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે.૪ જુલાઈએ સ્કૂલથી છૂટ્યા બાદ ગુડિયા પોતાની મિત્રની સાથે સ્કૂલથી ઘરે જઈ રહી હતી. થોડાક અંતરે તેની મિત્ર પોતાના ઘરે તરફ જતી રહી.ત્યારબાદ ગુડિયા થોડુંક જ ચાલી કે તેને એક પીક-અપ ગાડી મળી.
ગાડીના ડ્રાઇવર રાજુએ ગુડિયાને ગાડીમાં બેસવાનું કહ્યું. પોલીસનું કહેવું હતું કે રાજુની સાથે સ્કૂલના બાળકો અનેકવાર ગાડીમાં જતા હતા.જ્યારે ગુડિયા ગાડીમાં બેઠી ત્યારે તેની મિત્ર બીજા રસ્તે જતી રહી હતી.
ગાડીની આગલી સીટ પર બે યુવક બેઠા હતા. રાજુએ તેમને ઉતરીને પાછળ બેસવા કહ્યું અને ગુડિયાને આગળ બેસાડી દીધી.રાજુ બગીચામાં સ્પ્રે મશીન મૂકવા જઈ રહ્યો હતો.
સ્પ્રે મશીન આપ્યા બાદ રાજુ અને યુવકોએ અંદરો-અંદર ચર્ચા કરી.પછી થોડીવાર બાદ ગાડી રોકી અને ગુડિયાને ગાડીમાંથી બળજબરીથી બહાર કાઢી રસ્તાની બાજુમાં જંગલમાં લઈ ગયા.અહીં રાજુએ ગુડિયા સાથે દુષ્કર્મ કર્યું. રાજુ બાદ અન્ય ચાર આરોપીઓએ પણ એક પછી એક ગુડિયા સાથે દુષ્કર્મ કર્યું.
પોલીસનું કહેવું હતું કે તમામ આરોપી નશામાં હતા. આ દરમિયાન તેમણે ગુડિયાનું ગળુ દબાવી દીધું. માટીમાં મોં દબાવવાના કારણે તેનો શ્વાસ રુંધાઈ ગયો જેના કારણે તેનું મોત થયું.

Related posts

આરએલએસપીમાં ભાગલા પડ્યા

aapnugujarat

હવે CISF સંભાળશે સંસદની સુરક્ષા

aapnugujarat

ઈલેકટ્રિક મોબિલિટી મિશનથી ભારતમાં મળશે એક કરોડ નોકરીઓ, બ્લૂપ્રિન્ટ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1