આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનનો મોરચો માંડી ચૂંટણી જંગમાં ઝંપલાવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક માટે મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે. ટિકિટના દાવાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી ગયા છે.
ગઠબંધનમાં બેઠકની ફાળવણીની ચર્ચાઓ પહેલા જ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવાર તરીકે ઘોષણા કરી નાખી છે. આ જાહેરાતથી કોંગ્રેસ નારાજ છે. આ સીટ પર કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈસલ પટેલ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. અચાનક આપણી ઉમેદવારની જાહેરાતથી ગઠબંધનના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.