Aapnu Gujarat
રમતગમત

હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું : મોહમ્મદ શમી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૭ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ વખત ૫ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. શમીએ બીજી ૫ વિકેટ હોલ શ્રીલંકા સામે લીધી હતી. આ ૫ વિકેટ લેવા બાદ શમી જમીન પર બેસી ગયો હતો. જેને જોઇને લોકોએ કહેવાનું શરુ કર્યું હતું કે તે સજદા કરવા ઈચ્છે છે પરંતુ તે તેમ કરી શકાયો નહીં. શમીએ પોતાનું મૌન તોડ્યું અને આ મામલે જવાબ આપ્યો હતો. એક પ્રોગ્રામમાં શમીએ સજદાને લઈને જવાબ આપતા કહ્યું કે શું પહેલા મેં આવ્યું ક્યારેય કર્યું છે? તેણે એમ પણ કહ્યું કે જો તે સજદા કરવા માંગતો હતો તો તેને કોણ રોકી શકતું હતું. શમીએ જમીન પર બેસવાને લઈને કહ્યું, મારે સજદા કરવો હોય તો મને કોણ રોકી શકે? જો હું તે કરવા માંગતો હતો, તો હું તે કરીશ. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું. શું મેં આ પહેલા ક્યારેય ૫ વિકેટ ઝડપીને સજદા કર્યા છે? મેં ઘણી ૫ વિકેટ ઝડપી છે. શમીએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે ૫૪ રન આપીને ૫ વિકેટ લીધી હતી. આ પછી તેની આગામી પાંચ વિકેટ શ્રીલંકા સામે આવી, જેમાં તેણે માત્ર ૧૮ રન આપીને ૫ વિકેટ લીધી હતી. ત્યારબાદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં ૫૭ રન આપીને ૭ વિકેટ મેળવી હતી. શમી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ૭ મેચમાં ૧૦.૭૧ની એવરેજથી ૨૪ વિકેટ પોતાના નામે કરી હતી.

Related posts

हम बाहर हो गए लेकिन टीम का भविष्य उज्जवल : केमार रोच

aapnugujarat

વિશ્વરાજ જાડેજાએ આઈસ સ્કેટિંગમાં સિલ્વરમેડલ જીત્યો

aapnugujarat

હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ નો બોલ પર મળશે ફ્રી હિટ!

aapnugujarat
UA-96247877-1