Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

UKના સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝાની ફી આજથી વધી ગઈ

યુકેમાં સ્ટુડન્ટ તરીકે ભણવા જવાનું અથવા વિઝિટર તરીકે જવાનું હવે મોંઘું પડશે. યુકેએ આજથી સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાની ફી વધારી દીધી છે. ફી વધારવાનો નિર્ણય થોડા સમય અગાઉ લેવાયો હતો જે આજથી અમલમાં આવ્યો છે. તેના કારણે યુકે આવતા દુનિયાભરના પ્રવાસીઓને અને સ્ટુડન્ટ્સને અસર થશે.નવા નિયમોના કારણે UK Visitor Visa અને Student Visa માટે વધુ પાઉન્ડ ખર્ચવાની તૈયારી રાખવી પડશે. છ મહિનાથી ઓછું રોકાણ કરવું હોય તો વિઝિટર વિઝાની ફી 15 પાઉન્ડ વધીને હવે 115 પાઉન્ડ થઈ ગઈ છે. સ્ટુડન્ટ વિઝાની ફીમાં પણ 127 પાઉન્ડનો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે હવેથી સ્ટુડન્ટ વિઝા માટે યુકે બહારથી અરજી કરવામાં આવી હોય તો કુલ 490 પાઉન્ડ ચુકવવા પડશે.

બે મહિના અગાઉ યુકેની સરકારે મોટા ભાગના વર્ક અને વિઝિટ વિઝાની ફીમાં 15 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. પ્રાયોરિટી વિઝા, સ્ટડી વિઝા અને સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપના ખર્ચમાં ઓછામાં ઓછા 20 ટકા વધારો કરવામાં આવ્યો છે.
વિઝાની ફીમાં આટલો વધારો શા માટે?
યુકે અત્યારે પોતાની ઈમિગ્રેશન સિસ્ટમના વધતા ખર્ચથી ચિંતિત છે. ખર્ચને પહોંચી વળવા માટે ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશમાં નેશનલ હેલ્થ સર્વિસના વધતા ખર્ચને પણ આ રીતના ફી વધારાથી પહોંચી શકાશે તેમ માનવામાં આવે છે. વિઝા ફીમાંથી યુકેને જે આવક થાય છે તેના દ્વારા તે યુકેમાં ઈમિગ્રેશન અને નેશનાલિટી સિસ્ટમમાં સંતુલન જાળવી શકે છે. બ્રિટિશ કરદાતાઓ પર બોજ ન પડે અને જે લોકો કામ કરવા અથવા અભ્યાસ કરવા માટે યુકે આવવા માંગે છે તેમને ઝડપી સર્વિસ પણ મળી રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
યુકેએ 6 મહિના, બે વર્ષ, પાંચ વર્ષ અને 10 વર્ષના વિઝિટ વિઝા માટે ફી વધારી છે. આ ઉપરાંત એન્ટ્રી ક્લિયરન્સ અને વર્ક તથા સ્ટડી માટે યુકેમાં રહેવાની કેટલીક અરજીઓની ફી વધી ગઈ છે. કન્વેન્શન ટ્રાવેલ ડોક્યુમેન્ટ, સ્ટેટલેસ પર્સન્સ ટ્રાવેલ ડોક્યુમેન્ટ, હેલ્થ અને કેર વિઝા, યુઝર પેઝ વિઝા એપ્લિકેશન સર્વિસની ફી, બ્રિટિશ સિટિઝન તરીકે રજિસ્ટર થવાની ફી પણ વધારી દેવાઈ છે.
સુપર પ્રાયોરિટી સર્વિસ માટે ઈન અને આઉટ ઓફ કન્ટ્રી ફી, પ્રાયોરિટી સર્વિસ માટેની ફીમાં પણ ફેરફાર થયો છે. સેટલમેન્ટ પ્રાયોરિટી સર્વિસ ફી ઘટાડવામાં આવશે જેથી તે પ્રાયોરિટી સર્વિસનો ઉપયોગ કરવાના કોસ્ટની સાથે સુસંગત થઈ શકે. સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ અને કન્ફર્મેશન ઓફ એક્સેપ્ટન્સ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Related posts

Airstrikes kills 6 Terrorists including Taliban commander Zarqawi in Afghanistan

aapnugujarat

ઈમરાન ખાને પણ મોદીના પગલે પાક.માં ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું

aapnugujarat

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા માટે કરાયેલ નિર્ણય

aapnugujarat
UA-96247877-1