Aapnu Gujarat
મનોરંજન

૧૨ વર્ષ બાદ રંગમંચ પર વાપસી કરશે નેહા મહેતા

ગુજરાતી રંગમંચથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નેહા મહેતા ૧૨ વર્ષ બાદ સ્ટેજ પર પાછી ફરી રહી છે. આ વખતે તે હિન્દી નાટકમાં કામ કરતી જોવા મળશે. સંજય ઝાના નાટક દિલ અભી ભરા નહીંમાં તે વૈદેહીનું પાત્ર ભજવશે. સીરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી ભાભીનો રોલ કરીને પોપ્યુલર થયેલી નેહા મહેતાએ કહ્યું, “મારા પૂર્વ નાટકો ડોલર બહુ, ચાંદો શે શેમાડો, પન્નાલાલ પટેલ અને ચાંદ કો કહો છુપ જાયેની જેમ મને ઓથર બેક્ડ રોલ મળ્યો તેનો આનંદ છે. આ બધાના લીધે જ મારી નાટકની જર્ની સફળ પુરવાર થઈ છે.”
લાંબા સમય બાદ થિયેટરમાં વાપસી કરવા અંગે નેહાએ કહ્યું, “મારા પિતા મને હંમેશા કહે છે કે, મંચ કલાકારને મઠારે છે, ચમકાવે છે અને શીખવે છે. કોઈપણ કલાકાર માટે થિયેટર આશીર્વાદ સમાન છે.
હું પારંપારિક પરિવારમાંથી આવું છું અને અમારા ત્યાં રૂપિયા કરતાં વધુ મહત્વ મૂલ્યોનું છે. અમે અમારી કળા એક મર્યાદાથી વધુ નથી વેચી શકતાં. હું બીજો ટીવી શો સાઈન કરી શકી હોત પરંતુ મેં ગુજરાત પાછા આવીને મારા મૂળ સાથે જોડાવવાનું નક્કી કર્યું. મારા પેરેન્ટ્‌સે મને પૂછ્યું કે, હું જે કરી રહી છું તે કરવાનું ચાલુ રાખવા માગુ છું? મને ખબર હતી કે હું જીવનમાં શીખવા, આગળ વધવા અને નવી વસ્તુઓ જાણવા માગું છું. મને અહેસાસ થયો છે કે જ્યારે પણ હું રૂપિયા પાછળ ભાગી છું ત્યારે મારા સંપૂર્ણ વિકાસ માટે નસીબ આડે આવ્યું છે.”
નેહા મહેતા હવે રંગમંચ તરફ વળી છે તો શું ભવિષ્યમાં તે ટીવી પર પાછી ફરશે? આ વિશે જવાબ આપતાં નેહાએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને કહ્યું, “સારા પ્રોજેક્ટ્‌સમાં કામ કર્યા પછી હું સામેથી કોઈની પાસે કામ માગવાનું પસંદ નથી કરતી અને કોઈની શરતો પર ઝૂકવા નથી માગતી. હું મારામાં આ બદલાવ કરવા માગું છું કારણકે કહેવાય છેને કે માગ્યા વિના તો મા પણ ના પીરસે. જોકે, એ તબક્કામાં પહોંચું ત્યાં સુધી મારી જાતને મઠારતી રહીશ. હું ચોક્કસથી ટીવીના પડદે પાછી ફરીશ પણ અત્યારે તો હું આ નાટક પર ધ્યાન કેંદ્રિત કરી રહી છું. થિયેટર ધ્યાન માગી લેતું માધ્યમ છે.”

Related posts

कबीर सिंह को लेकर शाहिद कपूर पर भड़कीं सोना महापात्रा

aapnugujarat

હાઉસફુલ-૪ ફિલ્મને લઇને પુજા હેગડે વ્યસ્ત

aapnugujarat

દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

aapnugujarat
UA-96247877-1