Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રોસેસ ઝડપી બની : 16થી 21 દિવસમાં વિઝા મેળવી શકાશે

ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે અત્યાર સુધી લોકોને ઘણી રાહ જોવી પડતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓએ આ વાતની ગંભીર રીતે નોંધ લીધી છે. હવેથી ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા તથા ટેમ્પરરી સ્કીલ વિઝાનું કામ ફટાફટ થઈ જશે. આ વિઝા માટે અરજી કરનારાઓ માટે અમુક દિવસોની અંદર જ નિર્ણય લેવાઈ જાય છે.

ઓસ્ટ્રેલિયન હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, “અમે ઓસ્ટ્રેલિયાના વિઝાની પ્રોસેસ સ્ટ્રીમલાઈન કરી છે અને તમામ પ્રકારની કેટેગરીમાં એવરેજ વિઝા પ્રોસેસિંગ ટાઈમ ઘટાડી દીધો છે. સોશિયલ મીડિયા પર ઈશ્યૂ કરાયેલા સ્ટેટમેન્ટ પ્રમાણે સ્ટુડન્ટ વિઝા હવે 16 દિવસની અંદર પ્રોસેસ થાય છે અને ટેમ્પરરી સ્કીલ વિઝા 21 દિવસની અંદર પ્રોસેસ થઈ જાય છે.” ચાલુ વર્ષની શરૂઆત સુધીમાં સ્ટુડન્ટ વિઝાને પ્રોસેસ કરવામાં 49 દિવસ લાગી જતા હતા. તેના કારણે આ વિલંબ અંગે ફરિયાદો કરવામાં આવી હતી. આ ઉપરાંત એમ્પ્લોયર સ્પોન્સર્ડ સ્કીલ્ડ પ્રોગ્રામઃ હેલ્થકેર અને એજ્યુકેશન તથા વર્કિંગ હોલિડે વિઝા (ઓસ્ટ્રેલિયાની બહાર) માટે પણ દિવસોની અંદર પ્રોસેસિંગ થઈ જાય છે.

ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિઝા માટે એટલી બધી અરજીઓનો ભરાવો થયો છે કે તેના પ્રોસેસિંગમાં ઘણો બધો સમય લાગી રહ્યો છે. હોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે તેઓ સાત દિવસની અંદર પર્મેનન્ટ સ્કીલ્ડ વિઝાની અરજી ક્લિયર કરે છે જ્યારે ફેબ્રુઆરી 2023માં આ અરજીઓ ક્લિયર કરવામાં 12 મહિનાનો સમય લાગી જતો હતો.

ઓસ્ટ્રેલિયા પોતાની ઈન્ટરનેશનલ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે પણ કામ કરી રહ્યું છે. ઓનલાઈન અને ઈલેક્ટ્રોનિક વિઝાના ઓપ્શનમાં વેગ આવ્યો છે જેના કારણે ઓસ્ટ્રેલિયામાં વિઝિટર વિઝા હોલ્ડરની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે જેના કારણે ઈન્ડસ્ટ્રીને વેગ મળ્યો છે, જોબની સંખ્યા વધી છે અને કોમ્યુનિટીનો ગ્રોથ થયો છે.

ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા માટેના નિયમોમાં એક મહિના અગાઉ પણ ફેરફાર થયો હતો જે ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના હતા. તે મુજબ ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએટ થયેલા ભારતીયો સ્પોન્સરશિપ વગર વર્ક માટે 8 વર્ષ સુધી એપ્લાય કામ કરી શકતા હતા. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કામના કલાકો દર પખવાડિયા દીઠ વધારીને 48 કલાક કરાયા હતા. આ ઉપરાંત બે વર્ષનું વિઝા એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપના એગ્રીમેન્ટ કર્યા છે. તેનાથી સ્ટુડન્ટ, એકેડેમિક રિસર્ચર અને બિઝનેસ પ્રોફેશનલ માટે નવી તક પેદા થશે.

Related posts

સેનામાં મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાની પ્રક્રિયા ભેદભાવ ભરેલી : સુપ્રિમ

editor

બંને પાર્ટી પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત : મોદી

aapnugujarat

કોરોનાના કેસ ૩ કરોડને પાર : ભારત વિશ્વમાં બીજા ક્રમે

editor
UA-96247877-1