Aapnu Gujarat
રમતગમત

ઈન્સ્ટા પર એક પોસ્ટ માટે ૧૧.૪૫ કરોડના ચાર્જની વાત વિરાટે ફગાવી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે ૧૧.૪૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે આ સમાચાર વાયરલ થયાના એક દિવસ બાદ વિરાટે પોતાનું મૌન તોડ્યું હતું. કોહલીએ ટ્‌વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો છે.
વિરાટ કોહલીએ ટ્‌વીટ કર્યું, ’જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી.’ એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે. મળેલા અહેવાલ અનુસાર રોનાલ્ડો અને મેસી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટથી સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર-૧ અને નંબર-૨ પર છે. જ્યારે ત્રીજા નંબર પર સેલેના ગોમેઝ છે. આ લિસ્ટમાં વિરાટ બાદ બીજું ભારતીય નામ પ્રિયંકા ચોપરાનું છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા ૨૯માં નંબરે છે. પ્રિયંકાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત લગભગ ૪.૪ કરોડ રૂપિયા છે.
મળેલા અહેવાલો અનુસાર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનારા એથ્લીટ્‌સમાં ટોપ-૨૫માં માત્ર બે ક્રિકેટર સામેલ છે. આ લિસ્ટમાં વિરાટ ઉપરાંત એબી ડી વિલિયર્સનું નામ પણ સામેલ છે. એબી ડી વિલિયર્સ એથ્લીટ્‌સની લિસ્ટમાં ૨૨મા સ્થાને છે. એબીડીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત લગભગ ૧ કરોડ રૂપિયા છે.

Related posts

ભારતની સિદ્ધિ : ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષ બાદ વનડે શ્રેણી જીતી

aapnugujarat

ભારતને ૧૮૦ રને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન

aapnugujarat

મોદીને તેમના જ સમુદાયના લોકો મારી નાખશે : જાવેદ મિયાંદાદ

aapnugujarat
UA-96247877-1