Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમૃતસરઃ સુવર્ણ મંદિર પાસે વધુ એક વિસ્ફોટ, 6 દિવસમાં ત્રીજી ઘટના; 5ની ધરપકડ

પંજાબના અમૃતસરમાં ગુરુવારે ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ થયો છે. આસપાસના વિસ્તારોમાં પણ આના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ગત 6 દિવસોમાં આ ત્રીજો વિસ્ફોટ છે. આની સાથે જ પોલીસે અમૃતસરના એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. ગોલ્ડન ટેમ્પલ પાસે થયેલો આ વિસ્ફોટ શ્રી ગુરરુ રામદાસ સરાય આસપાસ થયો હતો. વિસ્ફોટ થતા જ લોકો બહાર દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આની સાથે ફોરેન્સિક ટીમે પણ શોધખોળ શરૂ કરી દીધી છે. અત્યારસુધી જોવા જઈએ તો આ અંગે હજુ 5 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ અગાઉ જે બ્લાસ્ટ થયા એના કરતા અલગ હતો. અત્યારનો વિસ્ફોટ ઘટનાસ્થળથી લગભગ 2 કિલોમીટર દૂર થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે અમૃતસરથી એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. પંજાબ પોલીસ આ કેસમાં ગુરુવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. ડીજીપી ગૌરવ યાદવ આ કોન્ફરન્સને સંબોધિત કરશે.

ગત શનિવારે પણ ગોલ્ડન ટેમ્પલના પાર્કિગમાં સ્થિત રેસ્ટોરાંમાં વિસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસની ગંભીર બેદરકારી પણ છતી થઈ ગઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી ટીમે વિસ્ફોટનું કારણ જણાવતા કહ્યું કે આ રેસ્ટોરાંમાં ચિમની ફાટવાના કારણે થયું છે. ગૌરવ યાદવે ટ્વીટ કરી માહિતી આપી કે ગોલ્ડન ટેમ્પલ બ્લાસ્ટ અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્યારસુધી કુલ 5 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદ બેગને પણ કબજે કરી લીધી છે. પોલીસને લેટર પણ મળ્યો હોવાની માહિતી સામે આવી. સોમવારે જે વિસ્ફોટ થયો એમા વિસ્ફોટકોને મેટલના કેસમાં રખાયા હતા. અહીંથી પોલીસને મેટલના ઘણા ટુકડાઓ જોવા મળ્યા હતા. તેમને આશંકા છે કે પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરી IEDના માધ્યમથી વિસ્ફોટ કરાયો છે. આ વિસ્ફોટકને હેરિટેજ પાર્કિંગમાં લટકાવાયો હતો અને ત્યાંજ વિસ્ફોટ થયો હતો. FSLની સ્થાનિક ટીમે ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ ભેગા કરી લીધા છે.

Related posts

मोदी कैबिनेट का बड़ा फैसला, ई-सिगरेट की बिक्री और उत्पादन किया बैन

aapnugujarat

ચક્રવાતથી જલપાઈગુડીમાં તબાહી, 5ના મોત

aapnugujarat

ભાજપનો સંકલ્પપત્ર આજે વિધિવતરીતે જારી કરવામાં આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1