Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટેક્સાસના મોલમાં ફાયરિંગ : ૯નાં મોત

અમેરિકામાં હિંસા ફરીથી ભડકી ઉઠી છે. અહીં ટેક્સાસના મોલમાં શનિવારે સાંજે શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ૯ લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે ટ્‌વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે અજાણ્યા શખસ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ મોલમાં કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે ૯ના મોત નિપજ્યા છે. અત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે હવે સંકટ ટળી ગયું છે તેવું નિવેદન પણ આપ્યું હતું.
ડલાસ વિસ્તારમાં સ્થિત મેડિકલ સિટી હેલ્થકેરના એક લેખિત નિવેદનમાં કહેવાયું હતું કે હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે, તેમની ઉંમર ૫થી ૬૧ વર્ષની વચ્ચે છે. અધિકારીઓએ પીડિતો અંગે વિગતવાર નોંધ લીધી છે. સ્થાનિકોએ કહ્યું કે આ હુમલામાં પોલીસ અધિકારી, મોલ સુરક્ષા કર્મી અને બાળકોને પણ ઈજા પહોંચી છે. મોલમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ જતા હાજર સેંકડો દુકાનદાર ભાગી ગયા હતા. અહીં નાસભાગ મચી જવા પામી હતી. વિડિયોમાં જોવા મળ્યું કે અચાનક એક વ્યક્તિ ગાડીમાં બહાર આવ્યો અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો હતો. આ જોઈ દુકાનદારો પણ જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા હતા. અહીં ગન શોટ્‌સ સાંભળી આસપાસ ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ હુમલા બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે ઘટના અંગે વિગતવાર માહિતી પ્રેસિડેન્ટ જો બાઈડને લીધી હતી. તેમણે આવશ્યક પગલા ભરવા માટે તજવીજ શરૂ કરવા જણાવ્યું છે. માસ શૂટિંગની ઘટના પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. પોલીસ અધિકારીઓએ મોલમાં હાજર લોકોને પૂછ્યું કે અહીં ઘટનાક્રમને વિગતવાર વર્ણવો. આ દરમિયાન ૩૦થી વધુ પોલીસની ગાડીઓએ મોલના એન્ટ્રન્સ ગેટને ઘેરી લીધો હતો. ત્યારપછી જોકે મોલમાં ફસાયેલા લોકોએ કહાણી દર્શાવી હતી. તેમણે કહ્યું કે અચનાક ફાયરિંગ શરૂ થઈ ગયું. તેઓ જ્યાં છુપાવવાની જગ્યા મળે ત્યાં છુપાઈ જતા હતા. પોલીસે વધુ વિગતો મેળવી તપાસ શરૂ કરી દીધી છે. અંધાધૂંધ ફાયરિંગ કરતા શખસને પોલીસે ઢર કરી દીધો છે. ડલાસ શહેરના પોલીસ ચીફ બ્રાયન હાર્વેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક શખસ અચાનક મોલમાં ફાયરિંગ કરવા લાગ્યો હતો. પોલીસની ટીમે પણ સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો કરી આ શખસને ઢેર કરી દીધો હતો. ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારીએ તેને ઢેર કરી દીધો હતો.

Related posts

British Airways fined £183m after computer theft of passenger data

aapnugujarat

હું તાલિબાન સામેની લડતમાં ઘાયલ થાઉં તો માથામાં ગોળી મારી દેજાે : સાલેહ

editor

Taliban Attack at police headquarters in Afghanistan, 12 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1