Aapnu Gujarat
રાષ્ટ્રીય

નીતીશકુમારથી પોતાની જ પાર્ટી સંભાળાતી નથી અને દેવ બનવા ચાલ્યા છે : રવિશંકર પ્રસાદ

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના તે નિવેદન પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે જેમાં નીતીશકુમારે કોંગ્રેસને કહ્યું હતું કે જો તે સાથ આપે તો વિરોધ પક્ષ એક થઇ આ વખતે લોકસભા ચુંટણી ભાજપને ૧૦૦થી પણ ઓછી બેઠકો પર સમેટી દઇશું.તેમના આ નિવેદન પર રવિશંકર પ્રસાદે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને શું થઇ ગયું છે.તે બિહારને તો સંભાળી શકતા નથી રાજય સંકટમાં છે. તેમની પાર્ટીમાં પણ કોહરામ મચી ગઇ છે અને પોતાની પાર્ટીને સંભાળી રહ્યાં નથી કોંગ્રેસ તેમને કોઇ લિફટ આપી રહ્યાં નથી અને કોંગ્રેસને જ સમજાવી રહ્યાં છે લાગે છે કે નીતીશજી દેવ જેવા બનવા ઇચ્છે છે. નીતીશકુમાર આજકાલ વિરોધ પક્ષોને એક કરવાના અભિયાનમાં લાગ્યા છે અને તેમનો પ્રયાસ છે કે તમામ વિરોધ પક્ષ એક સાથે આવે અને વિરોધ પક્ષ ભાજપને હરાવી દે નીતીશકુમારે પટણામાં લેફટના એક કાર્યક્રમમાં કોંગ્રેસને અપીલ કરી હતી કે હવે વિલંબ ન કરે કોંગ્રેસ ભાજપની વિરૂધ્ધ તમામ પાર્ટીઓને એક કરો અને હવે નક્કી કરો કયાં કયાં કોણ લડશે. નીતીશકુમારની ભાજપને હરાવવાનો પ્રયાલ અને આપેલા નિવેદન બાદ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નીતીશ બાબુ દેવગૌડા કે ઇન્દ્રકુમાર ગુજરાત બનવા ઇચ્છે છે તે એ જોઇ રહ્યાં નથી કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત આગળ વધી રહ્યું છે એક તો કોંગ્રેસ છે જે તેમને ભાવ આપી રહ્યું નથી અને બીજી કે તે હવે લાલુજીના ચકકરમાં ફસાઇ ગયા છે.

Related posts

આઇએનએસ કરંજન ૧૦ માર્ચે થશે ભારતીય નૌસેનામાં સામેલ

editor

ભાજપ હટાવોની ઝુંબેશ શરૂ કરતાં મમતા

aapnugujarat

પીએનબી ફ્રોડ : મેહુલ ચોક્સીની ૧૨૧૭ કરોડની સંપત્તિ જપ્ત થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1