Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંજય સિંહને ૩ મહિનાની સજા

આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહને ઉત્તરપ્રદેની સુલ્તાનપુર કોર્ટે ૩ મહિનાની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ પર ૧૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સંજય સિંહને ૨૧ વર્ષ જૂના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ આપ રાજ્યસભા સાંસદ સંજય સિંહ પોતાના સમર્થકો સાથે ન્યાયાલય પરિવરથી બહાર આવ્યા તો તેમણે કહ્યું કે તે ઉપરી અદાલતમાં પોતાનો પક્ષ રાખશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુલ્તાનપુર જિલ્લા ન્યાયાલયે ૨૧ વર્ષ જૂના મામલામાં ૩ મહિનાની સજા ફટકારી છે. આપ સાંસદ સંજય સિંહે સુલ્તાનપુર જિલ્લામાં લાઇટકાપથી પરેશાન જનતાની લડાઈ લડતા વર્ષ ૨૦૦૧માં એક ધરણા પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં કોર્ટે ૩ મહિનાની સજા અને ૧૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આપ સાંસદ સંજય સિંહે ટ્‌વીટ કરી લખ્યુ- ’લાઇટકાપથી પરેશાન જનતા માટે આંદોલન કર્યુ તો ૧૮/૬/૨૦૦૧ ના કેસમાં સુલ્તાનપુર કોર્ટથી ૩ મહિનાની જેલ અને ૧૫૦૦ રૂપિયાના દંડની સજા થઈ ગઈ. જનહિતની લડાઈ યથાવત રહેશે જે પણ સજા મળે તે મંજૂર છે. આ ચુકાદા વિરુદ્ધ સમક્ષ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવશે.’ સુલ્તાનપુરની એમપી એમએલએ કોર્ટના ન્યાયાધીશ યોગેશ યાદવે આપ સાંસદને સજા સંભળાવી છે. પરંતુ ૩ વર્ષથી ઓછીની સજાની જોગવાઈઓ અનુસાર તેમને જામીન મળ્યા છે. આપ સાંસદ સંજય સિંહે ઉપલી કોર્ટમાં જવાની વાત કહી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ સંજય સિંહ સિવાય અનૂપ સંડા (પૂર્વ ધારાસભ્ય સપા), સુભાષ ચૌધરી (પૂર્વ નગર અધ્યક્ષ ભાજપ), કમલ શ્રીવાસ્તવ (પૂર્વ સભાસદ અને વકીલ કોંગ્રેસ), સંતોષ ચૌધરી (પ્રવક્તા કોંગ્રેસ), વિજય સેક્રેટરી (ભાજપ) ને પણ સજા ફટકારી છે.

Related posts

We would like to tie up with VBA for Maharashtra Assembly polls : Ajit Pawar

aapnugujarat

જીજાજીએ સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ખળભળાટ

aapnugujarat

हारे जरूर हैं, लेकिन यह हमारे लिए आत्मचिंतन का विषय है : शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1