Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી સૌથી મોટી ભૂલ હતી : અશોક ગેહલોત

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ૨૨ કરોડના ખર્ચે લોકો માટે મફતમાં સેવા મળી રહે તે માટે બનાવવામાં આવતી હોસ્પિટલના લોકાર્પણ અર્થે તેમજ ગુજરાત રાજ્યની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત કરવા રાધનપુર ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવ્યા હતા.
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મારાથી એક ભૂલ થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રભારી વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી મોટી ભૂલ હતી. અમારાથી ઉધારમાં લાવેલ નેતા અમારી મોટી ભૂલ હતી. ઉધારનો નેતા ઉધારનો જ હોય છે. ખરેખર રઘુભાઇ ૨૦૧૭થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે.
કોંગ્રેસ દ્વારા હોસ્પિટલના લોકાર્પણ બાદ મહાસભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અશોક ગેહલોતને સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તેમને આપ ના નેતા કેજરીવાલ પર પ્રહાર કરીને ગુજરાતમાં આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી સહીત અન્ય હોદ્દેદારો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા.
અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે. ઊંઝામાં કેજરીવાલે કોંગ્રેસ અંગે કરેલી ટિપ્પણીનો પણ અશોક ગેહલોતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેજરીવાલને બોલવાનું કોઈ ભાન નથી. તેઓ ગમે ત્યારે ગમે તે બોલી જાય છે.

Related posts

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં અકસ્માત : બેનાં મોત

aapnugujarat

શહેરમાં મેટ્રો પ્રોજેકટને જોડતા રસ્તાઓ ટુંકમાં રિસરફેસ થશે

aapnugujarat

ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠકમાં વિવિધ પ્રશ્ને ચર્ચા થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1