Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની મહિલા ડોક્ટરની બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાયો

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી દારુની મહેફિલ માણતા ૪ મહિલા ૧૨ શખ્સોને પોલીસે ઝડપ્યા છે. આ અંગે અમદાવાદના જ એક ડીસીપીએ પાડોશમાં જ દારુની આ મહેફિલ ચાલી રહી હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરી હતી. જેથી પોલીસ હરકતમાં આવી હતી. હાલ વસ્ત્રાપુર પોલીસે દારુની ખાલી બોટલો અને મોબાઇલ ફોન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડોક્ટર મિત્રો મહિલા મિત્રની ગેટ ટુ ગેધર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. જોકે આ અંગેની હકીકત પડોશમાં રહેતા અને ડીસીપી ઝોન-૫ પોલીસ અધિકારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ તત્કાલ હરકતમાં આવી હતી. આ મહેફિલ વસ્ત્રાપુરના અનિક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતી હોવાથી પોલીસે દરોડો પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મળેલી માહિતી આધારે અનિક એપાર્ટમેન્ટના ફ્લેટનો દરવાજો ખખડાવી પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશતા જ અંદરનું દ્રષ્ય જોઇને ચોંકી ઉઠી હતી. ફ્લેટમાં ૪ મહિલા સહિત ૧૨ શખ્સ મળી આવ્યા હતા. ફ્લેટની તલાશી લેવાતા દારુની ખાલી બોટલો સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ શખ્સો દારુની મહેફિલ માણતા હોવાનો ખુલાસો થતાં પોલીસે આરોપીઓની અટકાયત કરીને દારુની ખાલી બોટલો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ વસ્ત્રાપુર પોલીસે આ મામલે દારુની મહેફિલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડોક્ટરનો જન્મદિન હોવાથી દારુની મહેફિલ યોજાઇ હોવાનું બહાર આવ્યું હતું. પણ મહિલા આરોપીઓને મેડિકલ તપાસ કરી નોટિસ આપીને રવાના કરાઇ હતી. મહત્વનું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીના ફ્લેટની બિલકુલ સામે આવેલા ફ્લેટમાં પોલીસની પરવા કર્યા વગર આ શખ્સોએ દારુની મહેફિલ યોજી હોવાનું જણાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Related posts

નશામાં ઇવીએમ રૂમમાં ધમાલ કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

aapnugujarat

Sterling Biotech PMLA case : ED attaches assets worth over 9,000 crore

aapnugujarat

નરેન્દ્ર મોદી સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1