Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા માટે બુકિંગ પોર્ટલ લોન્ચ

અમરનાથ જતા યાત્રાળુંઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. અમરનાથ યાત્રા માટે હવે લોકોને ભારે ભરખમ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. યાત્રીઓ ઘરે બેઠા બેઠા અમરનાથ યાત્રાનું સમગ્ર પ્લાનિંગ કરી શકે છે. તેના માટે ઓનલાઈન હેલીકોપ્ટર બુકિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ઔર શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે બુકિંગ પોર્ટલ લોન્ચ કર્યું. સેવાનો શુભારંભની જાહેરાત કરવા માટે મનોજ સિન્હાએ ટ્‌વીટરનો સહારો લીધો. તેમણે લખ્યું છે કે શ્રી અમરનાથજી યાત્રા માટે ઓનલાઈન હેલીકોપ્ટર બુકિંગ સેવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. પહેલી વખત શ્રદ્ધાળુઓ સરળતાથી શ્રીનગરના પંચતરણી સુધી સરળતાથી યાત્રા કરી શકે છે અને એક જ દિવસમાં પવિત્ર યાત્રા પુરી કરી શકે છે. સિન્હાએ જણાવ્યું છે કે શ્રીનગરથી તીર્થયાત્રીઓ માટે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે સરકાર લાંબા સમયથી કોશિશ કરી રહી હતી. તેમણે જણાવ્યું કે, ભક્ત શ્રાઈન બોર્ડની વેબસાઈટ (રંંઃ//ુુુ.જરિૈટ્ઠદ્બટ્ઠહિટ્ઠંરદ્ઘૈજરિૈહી.ર્ષ્ઠદ્બ) પર હેલિકોપ્ટર બુક કરવા માટે લોગ ઈન કરી શકો છો. એક દિવસ પહેલા જમ્મુ ક્ષેત્રની વધારાની પોલીસ મહાનિદેશક મુકેશ સિંહે પ્રશાસન, પોલીસ, ટ્રાફિક પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (ઝ્રઇઁહ્લ)ના વરિષ્ઠ અધિકારીઓની સાથે યાત્રા માર્ગની મુલાકાત કરી હતી. તેમણે રામબનના બટોટે નગરમાં રેન્જ હેડક્વાર્ટર ખાતે સુરક્ષા વ્યવસ્થાની પણ મુલાકાત કરી. આ ટીમે નાશરી, ચંદ્રકોટ અને બનિહાલની પણ મુલાકાત લીધી હતી અને ભક્તોના ભોજન અને રહેવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જ્યારે, વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) એ જણાવ્યું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા ઘટના મુક્ત હશે. સરકારે નવા પગલા લીધા છે અને વિશ્વાસ છે કે નિર્દોષોના જીવનની રક્ષા થશે.

Related posts

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએ પાસે ૫૪% સિક્યોર વોટ, પસંદગીના ઉમેદવાર ચૂંટી શકશે

aapnugujarat

૧૦ કરોડ લોકોને સોશિયલ સિક્યુરિટી આપવાની તૈયારી

aapnugujarat

Kargil Vijay Diwas reminds us of India’s military prowess: PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1