Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએ પાસે ૫૪% સિક્યોર વોટ, પસંદગીના ઉમેદવાર ચૂંટી શકશે

જુલાઈમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાય તે પહેલાં જ વિપક્ષને મોટો ફટકો લાગ્યો છે. એનડીએ પાસે હાલ ૫૪% સિક્યોર વોટ છે. તેથી હવે તેઓ મનપસંદ રાષ્ટ્રપતિને પસંદ કરી શકશે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈ ૨૬ મેના રોજ બેઠક યોજાશે. સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં વિપક્ષ દ્વારા આ અંગે ફેંસલો લેવામાં આવશે. જોકે, હવે તે માત્ર ઔપચારિકતા જ રહી જશે.૪૧૦ સાંસદ અને ૧૬૯૧ ધારાસભ્યોની તાકાતથી એનડીએ પાસે ૫,૩૨,૦૧૯ વોટ છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સમગ્ર દેશના તમામ ૪૧૨૦ ધારાસભ્યો અને ૭૭૬ સાંસદો મળીને ચૂંટણી મંડળ બને છે.તેમના વોટોનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૮૮૨ છે અને જીતવા માટે ૫,૪૯,૪૪૧ વોટ જોઈએ.આજે એઆઈડીએમકેના ઈ પલાનીસ્વામીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેઓ તેમને સમર્થન આપશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે.વિપક્ષ પાસે બહુમત મેળવવા માટેનો આંકડો નથી. એવામાં સાંકેતિક મુકાબલો જ થવાની શક્યતા છે. જોકે, કોંગ્રેસ અને ગઠબંધનને બાદ કરતાં નાના પક્ષો એનડીએને ટેકો આપે તેમ માનવામાં આવી રહ્યું છે.

Related posts

કર્ણાટકમાં પાર્ટીનો વિજય ખુબ ઐતિહાસિક છે : મોદી

aapnugujarat

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો

aapnugujarat

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1