Aapnu Gujarat
મનોરંજન

સુશાંતે આત્મહત્યા કરી કે હત્યા થઈ હતી..?

૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંતના બાન્દ્રના ઘરેથી તેની ઘરની છત સાથે લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે જોતા મુંબઈ પોલીસે આ કેસને એક આપઘાત કેસ હોવાનું માની તપાસ શરૂ કરી. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે સુશાંતે આપઘાત જ કર્યું હતું. વિસેરા રિપોર્ટમાં પણ એવું જ સામે આવ્યું હતું. જોકે, ૨૬ જુલાઈના રોજ સુશાંતના પરિવારે ઝીરો નંબરથી પટના પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી અને અન્ય ૫ લોકો વિરૂદ્ધ સુશાંતને આપઘાત કરવા માટે ઉશ્કેર્યો હોવાની ફરિયાદ નોંધાવી. જે બાદ શરૂ થયો ખેલ.. એક એવો ખેલ જેમાં ઝળહળતા બોલીવૂડના અનેક એવા કાળા સત્ય લોકો સામે બહાર આવ્યા. નરી આંખે તે સત્ય જોઈ શકાતા હતા, પણ કાયદાકીય ભાષામાં વાત કર્યે તો તેનો કોઈ મતલબ ન હતો. સુશાંતના પરિવારે મુંબઈ પોલીસની તપાસ સામે શંકા વ્યક્ત કરી હતી અને પટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે આ કેસ એક રાજકીય પટલે પહોંચ્યો હતો. બિહારમાં તે સમયે ચૂંટણીને થોડા ઘણો જ સમય બાકી હતો. એટલે આ કેસ ઘણો ચગ્યો હતો. રાજ્યથી લઈને સેન્ટર સુધી તમામ જગ્યાએ આ કેસની ચર્ચા હતી. જેના કારણે મહારાષ્ટ્રના પોલિટીશ્યન્સ અને બિહારના રાજકારણીઓ વચ્ચે વાંક યુદ્ધ શરૂ થયો હતો. ઘણા બધા વિવાદો બાદ તપાસ ઝ્રમ્ૈંને સોંપવામાં આવી હતી. જોકે, આજે ૨ વર્ષ બાદ પણ આ સુશાંતની મોતનું રહસ્ય બહાર નથી આવ્યું. સુશાંતના કેસને સુપ્રિમ કોર્ટે સીબીઆઈને સોંપ્યો હતો. સીબીઆઈએ તપાસના ભાગરૂપે બોલીવુડ અભિનેત્રી અને સુશાંતનાં ગર્લફ્રેન્ડ હોવાનું મનાતાં રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું. સુશાંતના મિત્ર સિદ્ધાર્થ, રસોઈયા નીરજ અને દીપેશ સાંવતની પણ પૂછપરછ કરી હતી. નિષ્ણાતોની એક સમિતિ પણ બેસાડાઈ હતી. જેથી સુશાંતની હત્યાની શંકા કેટલી સાચી તે જાણી શકાય. સમિતિના વડા તરીકે છૈૈંંસ્જીના ફૉરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાને મૂકવામાં આવ્યા હતા. સુશાંતના ઘરે સમગ્ર બનાવ કઈ રીતે બન્યો હશે તેને રિક્રિએટ કરવામાં આવ્યો હતો. ડૉ. ગુપ્તાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં પોતાના અહેવાલ સીબીઆઈને સોંપી દીધો હતો. ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, “સુશાંતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ એક આપઘાતનો કેસ છે. તેના શરીર પર કોઈ નિશાનીઓ મળી નહોતી.” દરમિયાન ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ આ કેસનું શું થયું તે જાણવા પ્રયાસ કર્યો હતો. સીબીઆઈએ તેમને જણાવ્યું હતું કે તપાસ હજી ચાલુ છે અને બધાં જ પાસાંને ચકાસાઈ રહ્યાં છે. જ્યારે, મહારાષ્ટ્રના અનિલ દેશમુખ વારંવાર સીબીઆઈને પોતાની ફાઈનલ રિપોર્ટ સબમિટ કરવાની માગ કરી ચુક્યા છે. સુશાંતના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુશાંતના બૅન્ક એકાઉન્ટમાંથી ૧૫ કરોડ રૂપિયાની ઉપાચત કરી હતી. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ આ કેસમાં સામેલ થઈ હતી. ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (ઁસ્ન્છ) હેઠળ તપાસ શરૂ કરી હતી. ઈડીએ ૭ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ રિયાની પૂછપરછ કરી હતી. રિયાના મૅનૅજર અને સુશાંતના જૂના હાઉસ મૅનૅજરને પણ તપાસ માટે બોલાવાયા હતા. મહિનાઓ સુધી આ રીતે તપાસ ચાલી પછી ઈડીનાં વર્તુળોએ જણાવ્યું હતું કે ’રિયાએ મની લૉન્ડરિંગનું કામ કર્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. એવા કોઈ પુરાવા નથી મળ્યા કે તેમણે સુશાંતના રૂપિયા ગુપચાવ્યા હોય.” જોકે, ઈડીની તપાસમાં એક નવી લાઈન જોડાઈ હતી. મની લૉન્ડરિંગ કેસમાં રિયાની તપાસ માટે તેનો ફોન પણ ચકાસવામાં આવ્યો હતો. જેમાં, ડ્રગ્સ વિશેનો ઉલ્લેખ થયો હતો. જે બાદ એન્ટ્રી થઈ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની. એનસીબીએ રિયાની ધરપકડ પણ કરી હતી. અને એનસીબીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું તેમાં જણાવ્યું હતું રિયાએ ડ્રગ્સ ખરીદ્યા હતા. તેણે સુશાંતની નશીલા પદાર્થોની ટેવને છુપાવવાની કોશિશ કરી હતી. વૉટ્‌સઅપ ચૅટ પર એવું સ્પષ્ટ થાય છે કે તે ડ્રગ રૅકેટ સાથે સંકળાયેલી છે. આ ઘટના બાદ બોલીવૂડમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે, ગતરોજ ડ્રગ્સના કેસમાં પકડાયેલા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરનું યાદ અપાવે છે એ સમયનું જ્યારે તેની બહેન શ્રદ્ધા કપૂરનું પણ નામ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયું હતું. આ દરમિયાન દિપીકા પાદુકોણ, સારા અલી ખાનની પણ એનસીબીએ પુછપરછ કરી હતી. જોકે, આ પહેલા બોલીવૂડમાં સફેદ લાઈન ખેંચાતી હોવાની માત્ર ચર્ચાઓ હતી. પણ આ કેસ બાદ અનેક એક્ટર્સ ખુલા પડ્યા હતા. સુશાંતની ઘટના બાદ જ બોલીવૂડમાં નેપોટિઝમની ચર્ચા શરૂ થઈ હતી. કંગના રનૌતનો વીડિયો, શેખર કપૂરના ટિ્‌વટ અને અભિનવ ભટ્ટ દ્વારા કરવામાં સોશિયલ મીડિયા પોસ્ટથી લોકો વચ્ચે બોલીવૂડમાં નેપોટિઝમવાળા મુદ્દાને હવા આપી હતી. બોલીવૂડના જ કેટલાક એવા ચહેરાઓએ આ કબૂલ્યુ હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનું દુષ્ણ કલાકારોને આગળ નથી આવવા દેતું. એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, ફિલ્મ છિછોરે પછી સુશાંત પાસે ૬-૭ ફિલ્મો હતી. જેમાંથી ધીમે-ધીમે કરીને હાથમાંથી ફિલ્મો નિકળતી ગઈ હતી. નેપોટિઝનની ચર્ચાઓતે એવું જોર પકડ્યું હતું કે, લોકોએ સ્ટાર કિડ્‌સના પિક્ચરોને બોયકોટ કરવા લાગ્યા હતા. વાત એ હદ સુધી પણ પહોંચી હતી કે લોકો નામચીન હિરોની ફિલ્મો જોવાનું પણ તાળી રહ્યા હતા. જોકે, નેપોટિઝમ નામના આ કિડાનું કઈ થઈ શકે તેમ નથી. ભલે આ કેસમાં પાંચ એન્જનસીઓએ તપાસ કરી. પણ સુશાંતની વિદાય બાદના ૭૩૦ દિવસના ૧૭ હજાર ૫૨૦ કલાક વિત્યા બાદ પણ સુશાંતે આત્મહત્યા કરી હતી કે પછી તેની પ્લાનિંગ સાથે હત્યા થઈ હતી. તે સવાલનો કોઈ જવાબ નથી. સુશાંત તો જતો રહ્યો પાછળ છોડી ગયો સમાજ માટે અનેક સવાલ. પણ હા, સુશાંત આજે પણ પોતાની ફિલ્મોથી તેના ફેન્સના દિલમાં કાયમ અમર રહેશે.

Related posts

ઇશા ગુપ્તા સતત લાઇટમાં રહેવા બનતા પ્રયાસ કરે છે

aapnugujarat

मैं खुद को कभी असफल नहीं मानती : सोनाक्षी

aapnugujarat

આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1