Aapnu Gujarat
બિઝનેસ

પ્લાસ્ટિક સ્ટ્રો પરનો પ્રતિબંધ પાછો ખેંચવા અમૂલની માંગ

ભારતની સૌથી મોટી દૂધ સહકારી મંડળી અમૂલે સરકારને પત્ર લખીને નાની પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને મુલતવી રાખવા વિનંતી કરી છે અને કહ્યું છે કે આ પગલાથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં ખેડૂતો અને દૂધના વપરાશ પર નકારાત્મક અસર પડશે.
અમૂલે ૨૮ મેના રોજ લખેલ પત્રમાં ૧ જુલાઈથી પ્રતિબંધિત થનારા જ્યુસ અને ડેરી ઉત્પાદનોના નાના પેકના સ્ટ્રો પરના પ્રતિબંધ અંગે ફેરવિચારણા કરવા જણાવ્યું છે. માર્કેટ એક્સપર્ટસના અંદાજ અનુસાર આ બજારનું કદ ૭૯ કરોડ ડોલરની આસપાસનું છે. આ સેગમેન્ટમાં અમૂલ પાસે હાલ મસમોટું માર્કેટ છે અને આગામી સમયમાં આ પ્રતિબંધને કારણે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
માત્ર અમૂલ જ નહિ પરંતુ સરકારના આ નિર્ણયથી પેપ્સીકો અને કોકા-કોલા સહિતની વૈશ્વિક ડ્રિન્ક બેવરેજ કંપનીઓને ફટકો પડશે.
પત્રમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢી ૮ અબજ ડોલરનું માર્કેટ ધરાવતા અમૂલ વતી અરજ કરી કે સ્ટ્રો દૂધના વપરાશને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેમણે સરકારના પ્રદૂષણ, સિંગલ-યુઝ પ્લાસ્ટિકને દૂર કરવાના મોદી સરકારના ઝુંબેશ માટે પ્રતિબંધનું સર્મથન કરવાની સાથે-સાથે અનેક પાસાંઓને ધ્યાનમાં રાખી નિર્ણય એક વર્ષ માટે મુલતવી રાખવાની અરજ કરી છે.
સરકાર તરફથી માંગવામાં આવેલ રાહત અંદાજે દેશના ૧૦ કરોડ ડેરી ખેડૂતો માટે વરદાન સાબિત થશે પરંતુ સોઢીએ કહ્યું છે કે જો સરકાર તરફથી રાહત નહિ મળે તો ૧ જુલાઈથી અમૂલને સ્ટ્રો વિના જ આ પેક વેચવા પડશે.
આ બાબતની પ્રત્યક્ષ જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે પારલેએ પણ ભારત સરકારને એક પત્ર પણ લખ્યો છે, જેમાં જણાવ્યું હતું કે વૈકલ્પિક સ્ટ્રોનું પૂરતું સ્થાનિક ઉત્પાદન નથી અને આયાતી કાગળ અને બાયોડિગ્રેડેબલ વેરિઅન્ટ લગભગ ૨૫૦% વધુ મોંઘા છે તેથી ગ્રાહકોના હિતને પણ ધ્યાનમાં રાખી વધુ સમય આપવો જોઈએ.

Related posts

सोना 65 रुपए टूटा, चांदी 150 रुपए फिसली

aapnugujarat

વર્ષ ૨૦૨૨ માં જીડીપી વૃદ્ધિ દર ૧૦.૫ ટકા હોઈ શકે છે : શક્તિકાંત દાસ

editor

નાણામંત્રીએ મોંઘવારીને નકારી

aapnugujarat

Leave a Comment

URL